October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝથી ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવાનો હોવાથી ત્રણ મહિના બંધ

વાહન ચાલકોને ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિરથી ડુંગરી ફળીયા જતા રોડથી આવાગમન કરવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી જીઆઈડીસી ફોર્થ ફેઈઝતી દહેગામ રોડ ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવા માટે આજથી ત્રણ મહિના બંધ કરવામાં આવ્‍યો છે.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઝથી નિકળતો ફોર્થ ફેઈઝ વાયા બગરીયા કેમિકલ થઈ ડુંગરી ફળીયા દહેગામ-ધરમપુર રોડને જોડતો રોડ આજથી આગામી 3 મહિના સુધી બંધ કરી દેવાયો છે. આ રોડ ઉપર આવેલ બિલખાડીનો પુલ અતિ જર્જરીત થઈ ગયો હોવાથી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા પુલને રિડેવલોપમેન્‍ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી અંદાજીત ત્રણ મહિના સુધી કાર્યરત રહેવાથી રોડ બંધ કરી દેવામાં આવ્‍યો છે. અહીંથી અવર જવર કરતા વાહનોને હવેથી ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિર થઈને ડુંગરી ફળીયા આવવા જવા અવર જવર કરવી પડશે. તેથી થર્ડ ફેઝ વિસ્‍તારના વાહન ચાલકો માટે ડુંગરી ફળીયા પહોંચવાનો શોર્ટકટ રોડ હાલ પુરતો બંધ થઈ ગયો હતો. ચકરાવો કાપી ડુંગરી ફળીયા ધરમપુર રોડથી અવર જવર કરવી પડશે.

Related posts

દમણના મહિલા મંડળના સ્‍થાપક પ્રભાબેન શાહની ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે કરેલી જાહેરાત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન મિશન મોડમાં: નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ના વેલનેસ સેન્‍ટરની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

vartmanpravah

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

દીવમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શિવરાત્રી શ્રાવણ માસ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment