January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શિવરાત્રી શ્રાવણ માસ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: શ્રી સમસ્‍ત બ્રહ્મ સમાજ દીવ સંચાલિત મંદિર આશરે 4000 વર્ષથી વધારે પૌરાણિક મંદિર છે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી દીવ જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણ માસની પવિત્ર શિવરાત્રી બુધવારે મનાવવામાં આવી બપોરે 3/વાગ્‍યે મંદિરના સ્‍થાપિત દેવતાઓનું પૂજન તથા હાટકેશ્વર મહાદેવનું વેદોક્‍ત મંત્રથી પૂજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સાંજે 5/વાગ્‍યે શ્રી હાટકેશ્વર મહાદેવને લઘુરુદ્રમહાઅભિષેકમાં ગંગાજલ, શ્રીફળ જલ, ભાંગ, અત્તર શેરડીનો રસ, કુવાનું પાણી, સમુદ્રનું પાણી, ગુલાબ જળ, ભસ્‍મ, કેસર અને પંચામૃત વગેરે 11 પ્રકારના દ્રવ્‍યો દ્વારા મહાદેવજીને આચાર્ય શ્રી રાજેશભાઈ આર. જોશી, શ્રી કિરણભાઈ ભટ્ટ તથા બ્રહ્મ સમાજના સંસ્‍કારકર્મી ભૂદેવોના વેદોક્‍ત મંત્ર ઉચ્‍ચારણ દ્વારા મંદિરના દાનવીરો, દાતારો તથા સમાજ સભ્‍યોના પરિવાર અને સર્વે દર્શનાર્થીઓના સ્‍વહસ્‍તે અભિષેક કરાવવામાં આવ્‍યું હતું.

ત્‍યાર પછી સાંજે 6 વાગ્‍યે બહેનો દ્વારા શિવ આરાધના ભજન કર્યા પછી સાંજે 7 વાગ્‍યે મહાદેવજીને શણગાર, મહાદીપમાળા, મહાભોગ ધરવામાં આવ્‍યો પછી સાંજે 7:15 વાગ્‍યે મહા આરતી ઉતારવામાં આવી, અને ત્‍યાર પછી મંત્રો પુષ્‍પાંજલી દ્વારા મહાદેવજીને પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં મંદિરના દાનવીરો, દાતારો તથા સર્વે દર્શનાર્થીઓ, દીવના પત્રકાર, મીડિયા કર્મીઓ અને બ્રહ્મ સમાજની યસ-કીર્તિ પ્રતિષ્ઠા વધે તેવી પ્રાર્થના કરી અને મહાદેવજીને મંત્ર પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યજમાન શ્રી અરવિંદભાઈ ડી. જેઠવા દ્વારા પૂજન કરવામાં આવ્‍યું.અંતમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવના મંત્ર ઉચ્‍ચારણથી સર્વે દર્શનાર્થીઓએ મંદિરને ગુંજતું કર્યું સાથે સાથે સર્વે ભક્‍તોએ પવિત્ર શ્રાવણ માસની શુભેચ્‍છાઓ પાઠવે અને ફરાળી મહાભોગનીપ્રસાદી આરોગી ઉપવાસ એકતાણા કર્યા હતા. આ સમગ્ર આયોજન બ્રહમસમાજ તથા મંદિર સંચાલકશ્રી રોહિત આચાર્ય પ્રભુના નેજા હેઠળ પૂજારી શ્રી પ્રતાપગીરી, મંદિરના ભક્‍તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. બ્રહ્મ સમાજ વતી સૌ ભક્‍તો તથા મીડિયા કર્મીઓનો પણ આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

સેલવાસમાં થઈ રહેલ દેહવ્‍યાપારનો પર્દાફાશઃ ત્રણ મહિલા સહિત એક પુરૂષની ધરપકડ

vartmanpravah

નાની વહિયાળ હાઈસ્‍કૂલના એથ્‍લેન્‍ટિકસ સ્‍પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને હાફ પેન્‍ટ તથા ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણમાં ઓરકેસ્ટ્રા અને ડીજેને પરવાનગી આપવા જિલ્લા કલેક્ટર સમક્ષ સંચાલકોની રજૂઆત

vartmanpravah

નાની દમણ ડાભેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રી મોદીજીના આગમનને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment