December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા યોગ પરિવારનું સ્‍નેહ સંમેલન અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના ઉપક્રમે તા.24 /11 /2024 ના રોજ નવા વર્ષ નિમિત્તે વલસાડ જિલ્લાના યોગ પરિવારનું સ્‍નેહ સંમેલન અને યોગ સંવાદ કાર્યક્રમ કોળી પટેલ સમાજ વાડી, તિથલ રોડ, વલસાડ ખાતે યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેલા તિથલ સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી સ્‍વામી વિવેક સ્‍વરૂપજીએ આશીર્વચન આપ્‍યા હતા.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના સ્‍ટેટ કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીએ સમગ્ર ગુજરાત યોગમય બને અને ઘર ઘર યોગ પહોંચે એવી લાગણી વ્‍યક્‍ત કરી હતી. સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે અને જિલ્લા સંગઠનના મહામંત્રી કમલેશભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે યોગ વિદ્યાર્થી કાવ્‍યા યાદવે સ્‍વાગત ગીત રજૂ કર્યુ હતું. યોગ વિદ્યાર્થી કળણાલ યાદવ અને ચિત્રાંગીનીબેન તેમજ તેમની ટીમે યોગ કળતિ રજૂ કરી હતી. પ્રીતિબેન વૈષ્‍ણવે પોતાના કુશળ વ્‍યક્‍તિત્‍વથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમમાં મહેમાન તરીકે પતંજલિ દક્ષિણ ગુજરાત રાજ્‍યના મહિલા પ્રભારી તનુજાબેન આર્યા, લી ક્‍લબના પ્રેસિડેન્‍ટ કોકિલાશાહી હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લાના યોગ પરિવારના સભ્‍યોએ મોટી સંખ્‍યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

vartmanpravah

તળાવ બ્‍યુટીફિકેશન પ્રકરણમાં પરિયા ગામના સરપંચ ડિમ્‍પલબેન પટેલ બરતરફ

vartmanpravah

નવસારી જિલ્લાને મળી ત્રણ નવી અત્‍યાધુનિક 108 એમ્‍બ્‍યુલન્‍સ

vartmanpravah

વલસાડ અબ્રામા વિસ્‍તારની સોસાયટીમાં ઘૂસેલા છ ચોર પાડોશીઓની સતર્કતા આધિન ભાગૂ છૂટયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદઃ પવનના સુસવાટાથી કેટલીક જગ્‍યાએ વૃક્ષો ધરાશાયી થયા: ભારે વરસાદથી પ્રદેશના મુખ્‍ય રસ્‍તાઓની હાલત અત્‍યંત દયનીય બની

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment