September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલજી હરિયા સ્‍કૂલમાં આંતર સ્‍કૂલ બાસ્‍કેટ બોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: બાળકોમાં રહેતી શારિરીક તેમજ માનસિક શક્‍તિને ઉજાગર કરવા તેમજ બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી શાળામાં આંતરશાળા બાસ્‍કેટ બોલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રતિયોગિતાનો શુભારંભ મંગલમય પ્રાર્થના દ્વારા કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ શાળાના વ્‍યાયામ શિક્ષક વિપુલ સાંજણા દ્વારા બાળકોને શપથ ગ્રહણ કરાવડાવી પ્રતિયોગિતાની શરૂઆત કરવામાં આવી હતી. આપ્રતિયોગિતામાં આઠ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પારડીની વલ્લભ આશ્રમ એમજીએમ સ્‍કૂલ વિજેતા રહી હતી જ્‍યારે વાપીની ફેલોશિપ મિશન સ્‍કૂલ રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમને શાળા દ્વારા પારિતોષિક તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યું હતું. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓની ટીમને અભિનંદન પાઠવ્‍યા તેમજ કાર્યક્રમની સફળતા બદલ સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ ભાજપની જન આશીર્વાદ યાત્રાને મળેલું ભરપુર સમર્થનઃ પરિવારવાદના નેસ્‍તનાબૂદી માટે ઉભો થયેલો જનમત

vartmanpravah

દાનહ ઊંડાણના ગ્રામ્‍ય વિસ્‍તારના મહેશ ગાવિતને ભાજપે ઉમેદવાર બનાવતા વિજેતા બનાવવા થનગનાટ

vartmanpravah

દીવમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શિવરાત્રી શ્રાવણ માસ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કપરાડાના બામણવાડામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment