October 27, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલીયારી ગામે અગ્નિસંસ્‍કાર પતાવી નદીના ચેકડેમમાં નાહવા ગયેલ ખુડવેલના યુવાનનું ડૂબી જતાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી તાલુકાના ખુડવેલ ગામના કેસૂર ફળીયા ખાતે રહેતા નરોત્તમ દુર્લભભાઈ પટેલ (ઉ.વ-44) (રહે.ખુડવેલ કેસૂર ફળીયા તા.ચીખલી) મંગળવારની સાંજના સમયે ફળીયાના એક શખ્‍સના અગ્નિસંસ્‍કાર કરવા માટે કલીયારી ગામે ખરેરા નદી કિનારે સ્‍મશાનભૂમિ ખાતે ગયા હતા. આ દરમ્‍યાન અગ્નિસંસ્‍કાર થયા બાદ નરોત્તમભાઈ ખરેરા નદીના ચેકડેમમાં નાહવા જતા ઊંડા પાણીમાં ડૂબી જતા ફળીયાના માણસોએ બહાર કાઢી રૂમલા સરકારી હોસ્‍પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની ફરિયાદ ચીમનભાઇ ઝીણાભાઈ પટેલ (ઉ.વ-59)(રહે.ખુડવેલ કેસૂર ફળીયા તા ચીખલી) એ કરતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-એસ.વી.પટેલ કરી રહ્યા છે.

Related posts

સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ વિભાગના સર્જનોને મળી મોટી સફળતા

vartmanpravah

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

vartmanpravah

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

વલસાડ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

vartmanpravah

Leave a Comment