Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

દીવ જિ.પં.ના વોર્ડ નં.6/8 બુચરવાડા-એની બેઠક અને દાનહમાં કૌંચા ગ્રા.પં.ની વોર્ડ નં.6/8 અને ગલોન્‍ડા ગ્રા.પં.ની વોર્ડ નં.3/11ની બેઠક માટે થનારી પેટા ચૂંટણી
પેટાઃ
વિજેતા ઉમેદવારોના નિધનથી ખાલી પડેલી બેઠકો
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ખાલી પડેલ જિલ્લા અને ગ્રામ પંચાયતના સભ્‍યોની બેઠક માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.
દાદરાનગર હવેલી ખાતે કૌંચા ગ્રામ પંચાયતના વોર્ડ નં.6/8માં શ્રી રમેશભાઈ ધવજીભાઈ દોડિયા અને ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3/11માં શૈલેષભાઈ રમેશભાઈ પટેલનું નિધન થતાં આ બેઠકો ખાલી પડી હતી.
જ્‍યારે દીવ જિલ્લા પંચાયતમાં વોર્ડ નં.6/8 બુચરવાડા-એની બેઠક ઉપર ચૂંટાયેલા શ્રીમતી શાંતાબેન મનજીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.
પેટા ચૂંટણીના જાહેર થયેલા સમયપત્રક પ્રમાણે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 28મી સપ્‍ટેમ્‍બર- 2021, ઉમેદવારી પત્રકની ચકાસણી 29મી સપ્‍ટેમ્‍બર અને ઉમેદવારી પત્રક ખેંચવાની અંતિમ તારીખ 1લી ઓક્‍ટોબર-2021ના બપોરના 3:00 વાગ્‍યા સુધી રહેશે. આ પેટા ચૂંટણી તા.17મી ઓક્‍ટોબર-2021ના રવિવારે સવારે 8 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા સુધી યોજાવાની હોવાનું ચૂંટણી કમિશનર શ્રી નરેન્‍દ્ર કુમારની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વાપી હની ટ્રેપ પ્રકરણમાં લલીત સોનીની ધરપકડ : મહિલા સાથે મળીને અંગત પળોનો વિડીયો બનાવી 5 લાખની માંગણી કરી હતી

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

ડાયાબિટીસ મુક્‍ત ગુજરાતઃ વલસાડમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે

vartmanpravah

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં 76.35 ટકા મતદાનઃ 4 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ

vartmanpravah

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની છઠ્ઠી વાર્ષિક સામાન્‍ય સભા સંપન્ન મહાસંઘના પ્રમુખ વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં શ્રી માછી સમાજ હોલ, રાધે શ્‍યામ મંદિર, નારગોલ બંદરે મળેલી સભા

vartmanpravah

Leave a Comment