October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશ

એચપી ગેસ તથા સીડીપીઓ મિશન શક્‍તિના સંયુક્‍ત ઉપક્રમે દીવમાં ગેસ સુરક્ષાને લઈ ‘રસોઈ મારી જીમ્‍મેદારી’ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ આંગણવાડીમાં આજે એચપી સોમનાથ ગેસ એજન્‍સી દ્વારા તથા સીડીપીઓ વિભાગ અને મિશન શક્‍તિના સંયુક્‍ત ઉપક્રમે કાર્યક્રમ આપણું રસોડું આપણી જવાબદારી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો, કાર્યક્રમ દરમિયાન એચપી ગેસ સોમનાથ એજન્‍સીથી આવેલા સ્‍ટાફ દ્વારા એચપી ગેસ રાજકોટ ઝોનથી પધારેલ પુષ્‍પેન્‍દ્ર વસીસ્‍ટ, સીડીપીઓ વૈશાલીબારિયા, સોમનાથ ગેસ એજન્‍સીના અમૃતલાલભાઈ, વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા, તથા ગેસ ને ઉપયોગ કરતી વખતે કઈ કઈ તકેદારી રાખવી, તથા ગેસની નળીને દર પાંચ વર્ષે બદલાવવી, દરરોજ રસોઈ કર્યા બાદ રેગ્‍યુલેટર બંધ કરવું જેવી અનેક સુરક્ષા તથા સાવધાની વિશે માહિતી અપાઈ હતી. સાથે કાર્યક્રમ દરમિયાન પોષ્ટિક વાનગીઓની સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા આંગણવાડીની ટીચર તથા વર્કરોએ ઉત્‍સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્‍યો, જેને ઈનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આજના કાર્યક્રમ દરમિયાન એચપી ગેસ દ્વારા ખાસ લોકોને સંદેશ પાઠવવામાં આવ્‍યો છે કે આપના ઘરે ગેસની તપાસ કરવા આવતા અમારા કર્મચારીઓને સહયોગ કરવો અને જો કોઈ આપને શંકા ઉત્‍પન્ન થાય તો અમારી એજન્‍સીનો સંપર્ક કરવો, આ રીતે આજનો કાર્યક્રમ સફળ નિવડ્‍યો હતો.

Related posts

ચીખલીના મજીગામ પોસ્‍ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્‍ટ વિભાગની ટીમ દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસ બુકોની કરાઈ રહેલી તપાસ

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળના ઉપલક્ષમાં દાનહમાં જિલ્લા પંચાયતના તમામ સભ્‍યો એક ટીમ બની મોદી સરકારની લોક કલ્‍યાણકારી કામગીરીની જાણકારી જનજન સુધી પહોંચાડશે

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

vartmanpravah

Leave a Comment