October 15, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના વર્ગ શરૂ કરવાના લીધેલા નિર્ણય બદલ પ્રદેશ ભાજપ મહામંત્રી વાસુભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને શિક્ષણ વિભાગનો વ્‍યક્‍ત કરેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો અભ્‍યાસ શરૂ કરવાની જાહેરાત થતાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહ અંગ્રેજી માધ્‍યમના અભ્‍યાસ શરૂ કરવા માટે સ્‍વીકૃતિ પ્રદાન કરી એડમિશન માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એડમિશન ઈચ્‍છતા વિદ્યાર્થીઓએ 27મી સપ્‍ટેમ્‍બર 2021 સુધી પોતાનું આવેદનપત્ર જમા કરવાનું રહેશે.
દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો અભ્‍યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવાતા પ્રદેશ ભાજપપ્રમુખ શ્રી વાસુભાઈ પટેલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને શિક્ષણ વિભાગનો આભાર પ્રગટ કર્યો છે.
શ્રી વાસુભાઈ પટેલે વધુમાં જણાવ્‍યું છે કે, દમણવાડા અને તેની આજુબાજુના ગામોના સાધન-સગવડ વગરના પરિવારોના બાળકોને પોતાના ઘરઆંગણેજ ધોરણ 11માં અભ્‍યાસ કરવાની તક મળશે.

Related posts

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah

ઉદવાડામાં કપડા ખરીદવા ગયેલી પરણિતા ગુમ

vartmanpravah

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વ્‍યક્‍તિ નહી, વ્‍યક્‍તિનું કામ બોલે છે, શરૂઆતમાં વિરોધ કરનારાઓ આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના બનેલા પ્રશંસક

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દમણમાં સેવા અને સમર્પણ દિવસ અંતર્ગત કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હાથ ધરાયું

vartmanpravah

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

vartmanpravah

Leave a Comment