Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ 27મી સપ્‍ટેમ્‍બર

દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના વર્ગ શરૂ કરવાના લીધેલા નિર્ણય બદલ પ્રદેશ ભાજપ મહામંત્રી વાસુભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને શિક્ષણ વિભાગનો વ્‍યક્‍ત કરેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો અભ્‍યાસ શરૂ કરવાની જાહેરાત થતાં આનંદનીલાગણી ફેલાઈ જવા પામી છે. પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહ અંગ્રેજી માધ્‍યમના અભ્‍યાસ શરૂ કરવા માટે સ્‍વીકૃતિ પ્રદાન કરી એડમિશન માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એડમિશન ઈચ્‍છતા વિદ્યાર્થીઓએ 27મી સપ્‍ટેમ્‍બર 2021 સુધી પોતાનું આવેદનપત્ર જમા કરવાનું રહેશે.
દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો અભ્‍યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવાતા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી વાસુભાઈ પટેલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને શિક્ષણ વિભાગનો આભાર પ્રગટ કર્યો છે.
શ્રી વાસુભાઈ પટેલે વધુમાં જણાવ્‍યું છે કે, દમણવાડા અને તેની આજુબાજુના ગામોના સાધન-સગવડ વગરના પરિવારોના બાળકોને પોતાના ઘરઆંગણેજ ધોરણ 11માં અભ્‍યાસ કરવાની તક મળશે.

Related posts

વાપીમાં બોર્ડર ડિસ્‍ટ્રીક્‍ટ સંકલન માટે વલસાડ-મહારાષ્‍ટ્ર-સંઘ પ્રદેશની મેગા પોલીસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં “રન ફોર સેવ યુથ એન્ડ સેવ નેશન” માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

Leave a Comment