Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ડેપોમાં કલાકો સુધી સન્નાટો છવાઈ ગયોઃ પોલીસ, ડોગ સ્‍કવોર્ડ, એમ્‍બ્‍યુલન્‍સની દોડધામ મચી

જિલ્લા પોલીસે નાગરિકોને સતર્ક રહેવા માટેનુંયોજેલું મોકડ્રીલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
વાપી ડેપોમાં આજે બપોરે કલાકો સુધી સન્નાટો છવાઈ ગયો હતો. ઉપસ્‍થિત મુસાફરો અને એસ.ટી. ડેપો સ્‍ટાફ કંઈ સમજે વિચારે તે પહેલાં ડેપોમાં પોલીસ, એલ.સી.બી. ડોગ સ્‍કોર્ડ, બોબ સ્‍કવોર્ડ, આરોગ્‍યની ટીમો અચાનક ઉતરી પડી હતી. મુસાફરો હેબતાઈ ગયા હતા. કોઈ મોટી દુઘ4ટના ઘટી હોવી જોઈએ. ધમાલ ધમાલ જ બધા જોતા રહ્યા હતા. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્‍યું કે, આ સલામતિ અને નાગરિક સતર્કતાનું મોકડ્રીલ હતું ત્‍યારે સૌ કોઈએ હાશકારો અનુભવેલો.
વાપી ટાઉન અને જી.આઈ.ડી.સી.ના ઉચ્‍ચ પોલીસ અધિકારીથી આઈએસ.ઓ.જી. એલ.સી.બી. પી.આઈ. પોલીસ જવાનો, ડોગ સ્‍ક્‍વોર્ડ, આરોગ્‍યની ટીમએ વાપી એસ.ટી. ડેપોમાં સવારે 11 વાગ્‍યાના સુમારે અચાનક એન્‍ટ્રી મારી હતી. મુસાફરો, ડેપો સ્‍ટાફ સ્‍તબ્‍ધ થઈ ગયો હતો કે ડેપોમાં શું થયું છે? કોઈની પાસે કોઈ જવાબ નહોતો. પોલીસના ડોગએ એક ટાયર પાસેથી સંદિગ્‍ધ વસ્‍તુ શોધી આપી હતી. પાછળથી જાહેર કરાયું હતું. નાગરિકોની સતર્કતા સલામતી માટે પોલીસ દ્વારા આયોજીત કરેલું મોકડ્રીલ હતું. પી.આઈ. બી.જે. સરવૈયા, એસ.ઓ.જી. પી.આઈ. વી.બી. બારડ, એલ.સી.બી. ટીમ અને ડિવિઝન ડી.વાય.એસ.પી. શ્રીપાલ શેષએ મોકડ્રીલ સુપેરે પાર પાડયુહતું. સ્‍થળ ઉપર ફાયર, ઈમરજન્‍સી, હેલ્‍થ ટીમ, બોમ્‍બ સ્‍ક્‍વોર્ડ, ડોગ સ્‍ક્‍વોર્ડ તહેનાત કરાઈ હતી. બોમ્‍બ સ્‍ક્‍વોર્ડ દ્વારા ડોગને છુટ્ટો મુકેલો. તેણે એક સ્‍થળે ટાયર પાસે છુપાવેલી સંદિગ્‍ધ વસ્‍તુ શોધી કાઢી હતી. બાદમાં જાહેર કરાયેલું કે આ મોકડ્રીલ હતું ત્‍યારે મુસાફરો અને એસ.ટી. સ્‍ટાફના શ્વાસ હેઠા બેઠયા હતા.

Related posts

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

vartmanpravah

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

vartmanpravah

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા

vartmanpravah

Leave a Comment