Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રોડ સેફટીના ગંભીર મુદ્દા પર દક્ષિણ ગુજરાત કક્ષાની ઈન્ટર સ્કૂલ સ્પીચ કોમ્પિટિશન યોજાશે

કોઈ પણ શાળા તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં નોંધણી કરાવી શકશેઃ
તા. ૧૯-૨૦ ડિસે. સ્પર્ધાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૧: વધતા જતા માર્ગ અકસ્માત અને રોડ સેફટીના ગંભીર અને મહત્વના વિષય પરત્વે સમાજમાં અને ખાસ કરીને યુવા પેઢીમાં જાગૃતિ આવે એવા આશય સાથે BIZZIPPY મીડિયા અને કોમ્યુનિકેશન્સ દ્વારા તા. ૧૯ અને ૨૦ ડિસેમ્બરના રોજ વલસાડ તાલુકાના લીલાપોર ગામે bizzippy multimedia studio માં સાઉથ ગુજરાત ઈન્ટર –સ્કૂલ સ્પીચ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતની કોઈ પણ શાળા ભાગ લઈ શકશે. આ સ્પર્ધા વિદ્યાર્થીઓની પબ્લિક સ્પીકિંગની કુશળતા વધારવામાં અને આકર્ષક ટોક શૈલીના ફોર્મેટમાં માર્ગ સલામતી વિશે જાગૃતિ લાવવાની તક આપે છે.
આ સ્પર્ધાનો ઉદેશ્ય માર્ગ સલામતી સંબંધિત વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે સમગ્ર દક્ષિણ ગુજરાતની શાળાઓમાં યુવાનોના અવાજને એક સાથે લાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે મલ્ટી મીડિયા સ્ટુડીયોમાં બ્રોડકાસ્ટ સેટઅપ સામે આત્મ વિશ્વાસપૂર્વક બોલવાની ક્ષમતા વિકસાવવાની આ એક ઉત્તમ તક છે. સ્પર્ધાના વિષયો (૧) જ્યારે માર્ગ અકસ્માત થાય છે (૨) ડ્રાઈવિંગ પર ધ્યાન આપો (૩) હેલમેટ કેમ પહેરવુ? રાખવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓએ તેમની સ્પીચ TED ટોક શૈલીના ફોર્મેટમાં રજૂ કરવાની રહેશે. જેમાં વિષયની સ્પષ્ટતા, સ્ટોરી ટેલિંગ, પ્રભાવક રજૂઆતને ધ્યાને લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીએ ૩ થી ૪ મીનિટના સમય ગાળામાં રજૂઆત કરવાની રહેશે. આ સ્પર્ધા સ્ટુડીયોમાં શુટ કરવામાં આવશે અને ત્યારબાદ અલગ અલગ માધ્યમો દ્વારા પ્રસારણ કરવામાં આવશે.
સ્પર્ધામાં વિચારોની સુસંગતતા અને સ્પષ્ટતા, ભાષાનો અસરકારક ઉપયોગ અને પ્રસ્તુતિ કૌશલ્ય, સડક સુરક્ષાના મુદ્દાઓ સાથે સંબંધિત વિષયની મૌલિકતા અને સર્જનાત્મકતા અને યુટ્યુબ- ફેસબુક વગેરે જેવા પ્રસારણ માધ્યમોના પ્રેક્ષકો પર અસર કરશે. આ સ્પર્ધા વાલી જગત, શિક્ષક જગત અને સમાજના દરેક સભ્યો ઓનલાઈન ભાષણ જોઈ વિદ્યાર્થીઓને સમર્થન અને પ્રોત્સાહન આપશે. જે સમાજને રોડ સેફટી બાબતે વધુ સજાગ કરશે.
સ્પર્ધામાં ટાઈટલ વિજેતા – ચેમ્પિયન શાળાને શિલ્ડ અને રોકડ પુરસ્કાર અપાશે. દરેક ટોપિકમાં શ્રેષ્ઠ રજૂઆત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રસ ધરાવતી શાળાઓને તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી માટે અથવા નોંધણી માટે મૈત્રીનો મો.નં. ૯૩૧૬૫૭૭૨૫૪ અને પ્રિયંકનો ૮૪૬૦૨૯૪૯૩૭ પર સંપર્ક કરી શકાશે જ્યારે મીડિયા ઈન્કવાયરી માટે જિજ્ઞેશ પટેલનો મો.નં. ૭૪૩૩૦૨૭૫૮૯ પર સંપર્ક કરવાનો રહેશે. વિદ્યાર્થીઓને આ મહત્વપૂર્ણ મુદ્દા વિશે બોલવાનું પ્લેટફોર્મ મળશે જેથી નવી પેઢી માર્ગ સલામતીની ગંભીરતા સમજી શકે અને બીજાને સમજાવી પણ શકે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લોકાભિમુખ પહેલ આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘પ્રશાસન ગાંવ કી ઓર’ : મગરવાડા પંચાયત ઘર ખાતે મોટી દમણની તમામ ચારેય ગ્રામ પંચાયતના લોકો માટે યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

ઉદયમાન સૂર્યને અર્ઘ્‍ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્‍થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ

vartmanpravah

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

vartmanpravah

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

સેલવાસ પોલીસે મટકાનો જુગારઃ રમાડનાર એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment