October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની ગૃહિણીએ વર્લ્‍ડ પાવર લિફટીંગ ચેમ્‍પિયનશીપ રશીયામાં બે ગોલ્‍ડ-ત્રણ સિલ્‍વર મેડલ મેળવી વર્લ્‍ડ રેકોર્ડ નોંધાવ્‍યો

દેશનું નામ રોશન કરનાર ક્રિષ્‍ણા કદમ સફળતાનો શ્રેય પતિ મહેરાજભાઈ પટેલને આપ્‍યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડની તિથલ રોડ ઉપર રહેતી ગૃહિણીએ આકાશને આંબતી સફળતાની છલાંગ લગાવી છે. રશિયામાં યોજાયેલ વર્લ્‍ડ પાવર લિફટીંગ ચેમ્‍પિયનશીપમાં જુદી જુદી સ્‍પર્ધાઓમાં બે ગોલ્‍ડ મેડલ અને ત્રણ સિલ્‍વર મેડલ મેળવી વર્લ્‍ડ રેકોર્ડ નોંધાવી દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે.
વલસાડ તિથલ રોડ ઉપર રહેતા એક સંતાનની માતા એવા ક્રિષ્‍ણા કદમે એક સામાન્‍ય ગૃહિણી તરીકે જીવન જીવી રહ્યા છે. પરંતુ જીવનમાં કંઈક શ્રેષ્‍ઠ કરવાની તમન્ના સાથે અથાગ પરિશ્રમ સાથે પાવર લિફટીંગની ટ્રેનિંગ શરૂ કરી હતી. પતિ મહેરાજભાઈ પટેલ અને કોચએ ક્રિષ્‍ણાબેનને સતત પ્રેરણા અને ઉત્‍સાહ આપતા રહ્યા હતા. અંતે રશિયામાં યોજાયેલ વર્લ્‍ડ પાવર લિફટીંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધામાં તેઓએ ભાગલીધો હતો. સ્‍પર્ધાને અંતે 145 કી.ગ્રા. લિફટીંગ સહિત વિવિધ સ્‍પર્ધાઓમાં તેઓ બે ગોર્લ્‍ડ મેડલ અને ત્રણ રજત મેડલ મેળવી વિશ્વ રેકોર્ડ પણ નોંધાવ્‍યો છે. આ સફળતાનો યશ તેઓ પતિ મહેરાજભાઈને આપે છે. સાથે સાથે કોચની મહેનતને પણ બિરદાવી હતી.

Related posts

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને મળી

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા આયોજિત રક્‍તદાન શિબિરમાં 66 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

દાદરા ગામની હાઈમસ્ટ લાઈટ ઍક મહિનાથી અધવચ્ચે લટકી રહેતાં અકસ્માતની સંભાવના

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ હેઠળ વલસાડ જિલ્લામાં રેલી, શપથ, વૃક્ષારોપણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા

vartmanpravah

આખરે… સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણ હવે હાથવેંતમાં : ઉદ્યોગો પલાયન થવાની આશંકા

vartmanpravah

આજથી વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યના 55 હજાર વિજ કર્મચારીઓ આંદોલન ઉપર

vartmanpravah

Leave a Comment