Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા ચકચારિત રેપ વીથ મર્ડરના સીરીયલ કિલરે વધુ એક લૂંટ વિથ મર્ડરનો ગુનો કબૂલ્‍યો

બરોડાના ડભોઇ ખાતે અલ્‍પદ્રષ્ટિ યુવાનની હત્‍યા બાદ કરી હતી લૂંટ

વલસાડ પોલીસને મળી છ જેટલા લૂંટ અને મર્ડરના ગુના ઉકેલવામાં સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: પારડી મોતીવાડાના ખુબ ચકચારિત એવા કોલેજીયન યુવતીના રેપ વીથ મર્ડરના ગુનેગારને વલસાડ પોલીસની ટીમે રેલવે પોલીસના સહયોગથી એક સીરીયલ કિલર એવા રાહુલ કરમવીર જાટ રહે.હરિયાણા નામના આરોપીને ઝડપી લઈ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.
આ સીરીયલ કિલર આરોપીની પૂછપરછ દરમિયાન તેણે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને વેસ્‍ટ બંગાળ જેવા રાજ્‍યોમાં લૂંટ અને મર્ડરના ગુના કર્યા હોવાની કબુલતા કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને આ સીરીયલ કિલર સાયકો હોવાનું જણાઈ આવ્‍યું હતું. આમ તેણે છેલ્લા 25 દિવસમાં પાંચ હત્‍યાઓ અને લૂંટ કરી હોવાનું બહાર આવ્‍યું હતું.
કોર્ટ દ્વારા આઆરોપીને દસ દિવસના રિમાન્‍ડ અપાતા વલસાડ પોલીસ દ્વારા એક લ્‍ત્‍વ્‍ ની રચના કરી તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમ્‍યાન 8 જૂનના રોજ પ્રતાપ નગર ખાતેથી ટ્રેનના વિકલાંગ ડબ્‍બામાં બેસી આ વિકલાંગ ડબ્‍બામાં મુસાફરી કરી રહેલ એક અલ્‍પ દ્રષ્ટિ ધરાવતા યુવાન ફયાજ અહમદ મહેબૂદ અહમદ શેખ રહે નંદુરબાર મહારાષ્‍ટ્રને વિશ્વાસમાં લઈ ત્રણ સ્‍ટેશન પછી ટ્રેનમાંથી ઉતારી બરોડાના ડભોઇ ખાતે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ નવી બનતી બિલ્‍ડીંગની દિવાલ પાસે લઈ જઈ સાંકળ વળે ગળું દબાવી તેની હત્‍યા કરી મોબાઈલ અને પૈસાની લૂંટ કરી હોવાનું કબૂલ્‍યું હતું.
આ સીરીયલ કિલર રાહુલ રાજસ્‍થાન, જોધપુર, ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ જેવી જેલની હવા ખાઇ ચુકયો છે. પોલીસ આરોપીની મુવમેન્‍ટ અને મળેલ મોબાઈલના ડેટા મેળવી છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેનમાં થયેલ હત્‍યા અને લૂંટ તપાસની કરી રહી છે.
આગામી દિવસોમાં વધુ લૂંટ અને મર્ડરના ગુના ઉકેલવામાં વલસાડ પોલીસને સફળતા મળશે એવું લાગી રહ્યું છે.

Related posts

વાપીમાં ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

vartmanpravah

શનિવારે વાપીમાં એક સાથે 8 ઈંચ વરસાદ ખાબકતા રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી ગયો : અવર જવર થંભી ગયો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે હોન્‍ડ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડયોઃ રૂા. 15.07 લાખો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલને શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર આરોગ્‍ય વિભાગ દ્વારા એનાયત કરાયો

vartmanpravah

પારડી તાલુકાના ક્‍લસર ગામમાં તા.6 અને 7 જાન્‍યુઆરી 2023 ના રોજ કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment