June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલનનું થયેલું આયોજન

કોંગ્રેસ મહિલા કાર્યકર્તા બનાવવાની એપ થઈ લોન્‍ચ: એપ દ્વારા અનેક મહિલાઓ બની કોંગ્રેસ કાર્યકર્તા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકા વલસાડ, ધરમપુર અને પારડીની ચૂંટણીઓ ટૂંક જ સમયમાં આવી રહી છે. આ ચૂંટણી સંદર્ભે આજરોજ પારડી ધીરુભાઈ સત્‍સંગ હોલ ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ચૂંટણીઅંગેનું સંપૂર્ણ માર્ગદર્શન પધારેલ મહાનુભાવો દ્વારા પૂરું પાડવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ દરેક નગરપાલિકાના પ્રમુખો તથા હોદ્દેદારો સાથે અલગ અલગ મિટીંગો લઈ આ ત્રણેય નગરપાલિકા જીતવાની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતના સ્‍વાગત પ્રવચનમાં પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ વશીએ સૌ મહાનુભાવોને આવકાર્યા બાદ આવી રહેલ ત્રણે નગરપાલિકાની ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવીશું હોવાનું જણાવ્‍યું હતું.
ત્‍યારબાદ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે આ વખતે ત્રણેય નગરપાલિકા સમગ્ર સંગઠન એક થઈને સૌથી ઉત્તમ પરિણામ લાવીશુ.
આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા આજરોજ કોંગ્રેસ મહિલા કાર્યકર્તા બનાવવાની એપની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અહીં પધારેલ મોટી સંખ્‍યામાં મહિલાઓએ આ એપ દ્વારા કોંગ્રેસ મહિલા કાર્યકર્તા બનાવવાનો લાભ લીધો હતો અને 100 જેટલી મહિલા કાર્યકર્તાઓની 100 રૂપિયા જેટલી ફી વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે ચૂકવી હતી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ કોંગ્રેસ મહિલા કાર્યકર્તા નોંધાશે હોવાની ખાતરી આપી હતી.
પ્રદેશ પ્રભારી ઉષાબેન નાયડુ પ્રદેશ, મહિલા કાર્યકારી પ્રમુખ ગીતાબેન પટેલ, માજી સાંસદ કિશનભાઈ પટેલ વિગેરે મહાનુભાવોએચૂંટણી અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.
આ ઉપરાંત પ્રદેશ પ્રભારી ઉષાબેન નાયડુ તથા પ્રદેશ કાર્યકારી પ્રમુખ ગીતાબેન પટેલે આ ચૂંટણીઓ જીતવા માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકમાં આવતા ગામડાઓમાં દરેક ગામડાઓમાંથી 10 બહેનોને કોંગ્રેસના સભ્‍ય બનાવવા માટે ઉષાબેનએ આવાહન કર્યું હતું અને ત્રણે નગરપાલિકાઓ જીતી 2027 માં ગુજરાતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્‍વમાં કોંગ્રેસ સરકાર બનાવશે એવો દાવો કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુ, પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ગીતાબેન પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રભારી તરુણભાઈ વાઘેલા, માજી સાંસદ કિશનભાઈ પટેલ, વલસાડ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ કુંજાલી પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ વશી, શહેર કોંગ્રેસ પ્રમુખ બીપીનભાઈ પટેલ, મહામંત્રી કપિલભાઈ હળપતિ, વાપી વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જીનલબેન પટેલ, જીતેશભાઈ પટેલ, સતિષભાઈ પટેલ સહિત ઉમરગામ, ધરમપુર, કપરાડા, પારડી, વાપી,વલસાડ વિસ્‍તારના કોંગ્રેસી પદાધિકારીઓ અને કાર્યકર્તા આ સંમેલનમાં ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બીપીનભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ સતિષભાઈ પટેલ અને મહામંત્રી કપિલભાઈ હળપતિએ કર્યું હતું.

Related posts

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે મરામત હાથ ધરાયું 

vartmanpravah

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

vartmanpravah

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્‍ચે ચીખલી સહિત નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતા

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

Leave a Comment