July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઓરવાડ નેશનલ હાઇવે પર અજાણ્‍યો વાહન ચાલક આધેડને કચડી ફરાર

પારડી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવી હાથ ધરી વધુ કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: પારડીના ઓરવાડ નેશનલ હાઇવે નંબર 48 પર ગત રાત્રીના પૂરપાટ ઝડપે જતા એક વાહને 53 વર્ષીય આધેડને અડફેટમાં લઈ તેના માથાના ભાગેથી વાહન હંકારી જતાં આધેડનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત નીપજ્‍યું છે. પારડી પોલીસને જાણ થતાં મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવી અજાણ્‍યા વાહન ચાલકને શોધવાની કવાયત હાથ ધરી છે.
પારડી તાલુકાના ઓરવાડ ખાતે પપ્‍પુભાઈના ભંગારના ગોડાઉનમાં કામ કરી ત્‍યાં જ રહેતા મૂળ યૂપીના ગોપાલ હરીચંદ્ર શ્રીવાસ્‍તવ ઉવ 53 જે ગત રોજ મંગળવારના રોજ ગોડાઉન પર કામ પૂર્ણ કરી ઓરવાડ દિનેશભાઈની ચાલ ખાતે રહેતા તેના સગા ભાઈ ઘનશ્‍યામલાલને ગયો હતો. જ્‍યાંથી તે રાતે પોણા અગિયારેક વાગ્‍યે પરત ગોડાઉન પર ચાલતા આવી રહ્યા હતા ત્‍યારે ઓરવાડઅનાવિલ હોલની સામે વલસાડથી વાપી જતાં નેશનલ હાઇવેના ટ્રેક પરથી પુરપાટ ઝડપે જતા એક વાહને ગોપાલભાઈને અડફેટમાં લીધા હતા અને તેના માથાના ભાગેથી વાહનનું ટાયર ચઢી જતાં ઘટના સ્‍થળે મોત નીપજ્‍યું હતું. આ બનાવની જાણ પારડી પોલીસને થતાં ઘટના સ્‍થળે ધસી જઈ મૃતદેહનો કબજો લઈ ઓરવાડ ખાતે બુધવારના રોજ પીએમ કરાવી અકસ્‍માત સર્જી ભાગી છૂટેલા વાહન અને ચાલકને શોધવા માટે આજુબાજુ વિસ્‍તારના ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કેમેરા ચેક કરવાની કામગીરી હાથ ધરી છે.

Related posts

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત અંતર્ગત દમણ-દીવ ઈન્‍ડિયા હેલ્‍થ લાઈનના અધ્‍યક્ષ તરીકે ડો. રાજેશ વાડેકરની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મહિલાનું ઘરેણા-રોકડ ભરેલ રૂા.1.08 લાખની મતાનું પર્સ ચોરાયું

vartmanpravah

Leave a Comment