April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

દેશ આત્મનિર્ભર બની રહ્યો છે ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણની સૌથી વધુ જરૂરઃ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ખાતે જિલ્લા કક્ષાના 76માં સ્વતંત્ર્ય પર્વે રાજ્યના આદિજાતિ વિકાસ અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ધ્વજવંદન કરી દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરિક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ હર ઘર તિરંગા અભિયાનમાં લોકોના જોમ, જુસ્સા અને ઉત્સાહને બિરદાવી સૌને સ્વતંત્ર્ય પર્વ અને આઝાદીના અમૃત મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી.
મંત્રીશ્રી નરેશભાઈએ વડાપ્રધાનશ્રીના હર ઘર તિરંગા અભિયાનને વિશ્વભરમાં મળેલા પ્રતિસાદ અંગે કહ્યું કે, દેશ-વિદેશમાં રહેતા ભારતીયો આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર સાવરકર સહિતના મહાનુભવોએ આઝાદીની લડતમાં ત્યાગ અને બલિદાન આપ્યું છે, તેઓને યાદ કરવાનો અવસર સ્વતંત્ર પર્વ છે. 75 વર્ષ પહેલા આઝાદી મેળવવી, ગુલામીમાંથી બહાર નીકળવુ એ નાની સુની વાત ન હતી. આજે આપણે દેશની પ્રગતિ જોઈ રહ્યા છે ત્યારે નવી પેઢીમાં દેશની આન, બાન અને શાન જાળવી રાખવા માટે પ્રેરણા જાગે તે માટે વડાપ્રધાનશ્રીએ હર ઘર તિંરગા અભિયાનનું આહવાન કર્યું હતું તેમાં હર કોઈ જોડાયું છે. નાના આવાસથી માંડીને તમામ ઘરો પર તિંરગો શાન સાથે લહેરાતો જોવા મળ્યો. એ દેશ પ્રત્યેની ભાવના અને સંસ્કૃતિનો પ્રેમ દર્શાવે છે, જેને આખી દુનિયાએ નિહાળ્યો છે. નાત-જાતના ભેદભાવથી ઉપર ઉઠીને દરેક લોકો તિરંગા યાત્રામાં સ્વયંમ જોડાયા તે આપણી એકતા બતાવે છે. તિરંગા ખરીદીને આપણે અનેક લોકોને રોજગારી આપી છે તે આપણી સંસ્કૃતિ છે.
પ્રવાસન સ્થળોના વિકાસ અંગે મંત્રીશ્રી નરેશભાઈએ કહ્યું કે, સરકાર દ્વારા પર્યટન સ્થળોના વિકાસ માટે પ્રાથમિકતા અપાઈ રહી છે. ગત વર્ષે ધરમપુરના વિલ્સન હિલના વિકાસ માટે રૂ. 5 કરોડ ફાળવ્યા હતા. અત્યાર સુધીમાં 10 હજાર થી વધુ લોકોએ અહીં મુલાકાત લીધી છે. વિલ્સન હિલના કારણે અહીં સ્થાનિકોને રોજગારી પણ મળી રહી છે.
 નવી પેઢીને શીખ આપતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશ આત્મનિર્ભર બનવા જઈ રહ્યો છે ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણની સૌથી વધુ જરૂર છે. જો સારૂ શિક્ષણ ન મળશે તો મેરીટમાં પાછળ પડી જશો. સરકારી નોકરીમાં જગ્યા ઓછી હોય છે ત્યારે સ્કીલ બેઝડ શિક્ષણ મેળવશો તો રોજગારથી વંચિત રહેશો નહીં. ગુજરાત 100 ટકા સાક્ષરતા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુણવત્તાસભર શિક્ષણ સમયની માંગ છે. ગુજરાત આખા દેશમાં લોકોને રોજગારી આપે છે અને માત્ર શિક્ષણ અને સ્કીલના કારણે આપણા દીકરા-દીકરીઓ પાછળ કેમ રહી જાય, યુવાધનને અપીલ છે કે, સારા શિક્ષણ અને સારી સ્કીલ સાથે આત્મનિર્ભર ભારતમાં જોડાઈને દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે રાજ્યનો આદિજાતિ વિભાગ વિકાસ કરી રહ્યો છે. આશ્રમશાળાના નવીનીકરણ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, આવનારી પેઢીને સારૂ શિક્ષણ મળે તે માટે નવી નવી કોલેજો-સ્કૂલો અને તાલુકા દીઠ આઈટીઆઈની સુવિધા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પુરી પડાઈ રહી છે. ગુજરાત આખા દેશમાં મોડલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે.
ભારત મહાસત્તા તરફ ડગ માંડી રહ્યું હોવા મુદ્દે મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના 8  વર્ષના સુશાસનમાં આપણા દેશની હવે નવી ઓળખ થઈ છે, અયોધ્યામાં રામ મંદિરથી માંડીને કાશ્મીરમાં કલમ 370 દૂર કરવી એ નાની વાત ન હતી પરંતુ વડાપ્રધાનશ્રીએ આ કરી બતાવ્યું. આગામી સમયમાં આપણો દેશ જે દિશા બતાવશે તે દિશામાં દુનિયા ચાલશે. 130 કરોડની જનતા તમામ ભેદભાવમાંથી બહાર નીકળી દેશનો સર્વાંગી વિકાસ થાય એવા સહિયારા પ્રયાસ કરી રહી છે જેના થકી ભારત આત્મનિર્ભર બનવા જઈ રહ્યો છે.
ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં 1 કરોડથી વધુ આદિવાસીઓની વસ્તી છે. ઉમરગામથી અંબાજી સુધીના ડુંગરાળ પટ્ટામાં રહેતા આદિવાસીઓ પ્રકૃતિને માનનારા છે. તેમનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, તેમને માળખાકીય સુવિધા કેવી રીતે મળે તે દિશામાં સરકાર પગલાં લઈ રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓને મોબાઈલમાં નેટર્વક ઓછુ મળવાના કારણે અભ્યાસમાં અસર પડતી હતી, સગર્ભા મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવુ પડે ત્યારે મોબાઈલમાં નેટર્વક ન હોય, ખેડૂતોને સરકારની યોજનાની માહિતી તેમજ હપ્તાની રકમ અંગે મોબાઈલ થકી માહિતી મળતી ન હતી. મોબાઈલ નેટર્વકની સમસ્યા અમારી સરકારના ધ્યાને આવતા રૂ. 111 કરોડના ખર્ચે 500 મોબાઈલ ટાવર ઉભા કરી નેટર્વકની સુવિધા પુરી પાડી છે.
રાજ્યમાં આરોગ્ય ખાતાએ લોકોને પ્રથમ, બીજો અને પ્રિકોશન મળીને 10 કરોડ ડોઝ મુકયા હોવાથી મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા છે. આરોગ્ય ખાતાએ આયુષ્યમાન કાર્ડની સુવિધા લોકો સુધી પહોંચતી કરી છે, 108 એમ્બયુલન્સના કારણે સગર્ભા માતા અને બાળ મરણ અટક્યું છે. પીએચસી, સીએચસીમાં સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આજે આપણે અહી સૌ માસ્ક વગર ઉપસ્થિત છીએ તે પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદ્રષ્ટીના કારણે શક્ય બન્યું છે. તેમની સૂઝબુઝના કારણે માત્ર 9 માસમાં વેક્સિન તૈયાર થઈ ગઈ, પહેલા વેક્સિન બનાવવામાં વર્ષોના વર્ષ વીતી જતા હતા.
ખેડૂતોને સંબોધીને મંત્રીશ્રીએ કહ્યું કે, ડેરી ઉદ્યોગથી માંડીને સિંચાઈમાં આપણો દેશ આગળ વધી રહ્યો છે. અસ્ટોલ યોજના તેનું સૌથી મોટુ દ્રષ્ટાંત છે. સૌને શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે નેવના પાણી મોભે ચઢાવ્યા છે.  સિંચાઈ વગર પ્રગતિ શક્ય નથી. જેથી નદી ઉપર ચેકડેમ બનશે પણ કોઈને વિસ્થાપિત કરવામાં નહીં આવે. ઉદવહન સિંચાઈ યોજનાથી પાણી પહોંચતુ કરીશુ પરંતુ કોઈની પણ ભ્રામક વાતમાં આવવું નહી. નર્મદા સરોવર આજે છલકાઇ રહ્યું છે, એક સમય હતો કે જ્યારે ટેન્કર પ્રથા ચાલતી હતી, નર્મદા સરોવરના કારણે આજે લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહ્યું છે.
મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી દરમિયાન પોલીસ દ્વારા હર્ષ ધ્વનિ (VOLLY FIRING) કરાયું હતું. મંત્રીશ્રીએ પરેડનું નિરિક્ષણ કરી સલામી ઝીલી હતી. 7 સ્કૂલ દ્વારા દેશભક્તિ અને સામાજિક સંદેશ ઉપર કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં વનરાજ આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ અદભૂત કરતબો સાથે આદિવાસી નૃત્ય રજૂ કરતા દરેક લોકોએ તાળીના ગડગડાટથી વધાવી લીધું હતું, આ કૃતિ પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. કરચોંડની કન્યા સાક્ષરતા નિવાસી શાળા દેશ રંગીલા કૃતિ અને માલનપાડાની મોડલ સ્કૂલ વિવિધતામાં એકતા કૃતિ સાથે બીજા નંબરે જ્યારે ધરમપુર નગરપાલિકા હાઈસ્કૂલ દેશ કો આત્મનિર્ભર અને માલનપાડાની સ્વામિનારાયણ ગુરૂકૂળ બેટી બચાવની કૃતિ રજૂ કરતા તૃતિય ક્રમે વિજેતા થઈ હતી.
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મંત્રીશ્રીને વલસાડ પ્રવાસનની સ્મૃતિ ભેટ આપી હતી. સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે ધરમપુર તાલુકાના વિકાસના કામ માટે રૂ 25 લાખનો ચેક મંત્રીશ્રીએ કલેકટરને અર્પણ કર્યો હતો. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 57 પ્રતિભાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર વડે મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું તેમજ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ લાવનાર 9 શાળાનું પણ સન્માન કરાયું હતું. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો. મંત્રીશ્રી અને અન્ય મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
સ્વતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા, કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવા, નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા ઝા સહિત જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈ અને સ્મૃતિબેન દેસાઈએ કર્યું હતું.
==

Related posts

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરાઈ

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

પ્રદેશમાં જ્‍યાં પણ કચરો દેખાય તેની તસવીર સ્‍વચ્‍છતા એપ ઉપર અપલોડ કરવા પંચાયતી રાજ સચિવે કરેલી હાકલ

vartmanpravah

વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

vartmanpravah

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

vartmanpravah

Leave a Comment