September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લાના ધરમપુર વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્‍યું

ધરમપુરના આવધા, રાજપુરી, ગોરખડા જેવા ગામોમાં વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્‍તારના કેટલાક ગામોમાં આજે શુક્રવારે સવારે કમોસમી વરસાદ પડયો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળેલુ જોવા મળ્‍યું હતું.
છેલ્લા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે. વાદળછાયુ વાતાવરણ થતા ઠંડીનો પારો ઊંચો ચઢયો છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ વરતાઈ રહ્યો છે. આ વાતાવરણમાં આવેલ પલટાને લઈ આજે ધરમપુર વિસ્‍તરના કેટલાક આવધા, રાજપુરી, ગોરખડા જેવા ગામોમાં ખમોસમી વરસાદ પડયો હતો. શિયાળાનો માંડ પ્રારંભ થયો હતો. ત્‍યાં ફરી ધરમપુરના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચોમાસા જેવી અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને લઈ ખેતીવાડી ઉપર આડઅસર થશે. ખાસ કરીને શાકભાજી સહિતના અન્‍ય પાકોને કમોસમી વરસાદ નુકશાન પહોંચાડયુંહોવાથી સ્‍થાનિક ખેડૂતોને નુકશાન થયું છે. આમ પણ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ સહિતની કુદરતી આફતો વારંવાર જોવા મળી રહી છે તેથી ખેડૂતોને પારાવાર નુકશાન થઈ રહ્યું છે.

Related posts

ધરમપુરના સિદુમ્‍બર ગામે માન નદીના બ્રિજ ઉપરથી જીવના જોખમે નિકળી અંતિમયાત્રા

vartmanpravah

દાનહના વિદ્યાર્થીઓએ ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં લીધેલો ભાગ

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

vartmanpravah

Leave a Comment