(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા બાલાજી મંદિર પરિસર સેલવાસ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સૌપ્રથમ ગાયત્રી મંદિરથી કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો જોડાયા હતા. આ કળશયાત્રા કથા સ્થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. જ્યાં પોથી પૂજા કરી કથાકારશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રીમદ્ ભાગવત કથાનો સમય દરરોજ સાંજે 04:00 વાગ્યાથી રાત્રે 08:00 વાગ્યા સુધીનો છે. જ્યારે 06 એપ્રિલના રોજ પુર્ણાહૂતી કરવામાં આવશે. ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાના આયોજનનો ઉદ્દેશ્યદાનહમાં વસતા સમાજના પ્રવાસીઓને એકજૂટ કરવાનો પ્રયાસ છે.