July 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા રેપ વીથ મર્ડરના સિરિયલ કિલરે આચરેલા ગુનાઓ જ એને જીવન આપી રહ્યા છે

આરોપીના રિમાન્‍ડ પુરા થતા જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં ધકેલાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05: વલસાડ જિલ્લા સહિત દેશના અનેક રાજ્‍યોમાં ચકચાર મચાવનારા પારડી મોતીવાડા ખાતેની કોલેજીયન યુવતી સાથે રેપ અને મર્ડર કરનારા હરિયાણાના રાહુલ કરમવીર જાટ ને વલસાડ પોલીસ અને રેલ્‍વે પોલીસના જોઈન્‍ટ ઓપરેશન દ્વારા ઘટનાના દસ દિવસ બાદ ઝડપી લીધો હતો.
ત્‍યારબાદ પારડી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને દસ દિવસના રિમાન્‍ડ આપ્‍યા હતા અને આ દસ દિવસના રિમાન્‍ડ દરમિયાન મોતીવાડા સહિત બીજા દેશભરના અનેક રાજ્‍યોમાં તેણે કરેલ ચોરી લૂંટ અને મર્ડરના ગુના ઉકેલાતા આ આરોપી રીઢો સિરિયલ કિલર અને સાયકો હોવાનુંબહાર આવ્‍યું હતું.
આજરોજ તારીખ 5.12.2024 ના રોજ આ સિરિયલ કિલર રાહુલના 10 દિવસના રિમાન્‍ડ પૂર્ણ થતા તેને ફરી પારડી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જ્‍યુડિશિયલ કસ્‍ટડીનો હુકમ કર્યો હતો.
પરંતુ આ સિરિયલ કિલરે ફકત મોતીવાડા જ નહિ પરંતુ ગુજરાતના બરોડા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને વેસ્‍ટ બંગાળ જેવા રાજ્‍યમાં પણ અનેક ચોરી, લૂંટ અને મર્ડર જેવા ગુનાઓ આચર્યા હોવાનું બહાર આવતા આ તમામ રાજ્‍યોની પોલીસ પણ તપાસ અર્થે લઈ જઈ તપાસ હાથ ધરશે અને આ તપાસ દરમ્‍યાન ઘણો સમય નીકળી જતા અને ત્‍યારબાદ જ આખરી ફેંસલો આવતા હાલમાં તો આ આરોપીએ કરેલા ગુનાઓ જ એને નવું જીવન આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

Related posts

દમણમાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત સપ્તાહ’ અંતર્ગત ટેબલ ટેનિસ અને લંગડીની સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

વાપી વાઈટલ કંપનીમાં ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્‍ટેડ આરોપી પોલીસે ઝડપી પાડયો

vartmanpravah

દમણમાં 76મા સ્‍વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં શિક્ષક જગતમાં બની દુઃખદ ઘટના : વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્‍યક્ષ અલ્‍કેશભાઈ છાયાનું હૃદય રોગના હુમલમાં સારવાર દરમિયાન નિધન

vartmanpravah

વેલુગામ મોરપાડા ખાતે મળેલી બેઠકમાં દાનહ વારલી સમાજ વ્‍યસન મુક્‍તિ માટે સજ્જ બને છે : શિક્ષણને પણ પ્રોત્‍સાહન આપવા શરૂ કરેલી કવાયત

vartmanpravah

Leave a Comment