January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાનીતમામ અદાલતોમાં તા.14 ડિસેમ્‍બરે નેશનલ લોક અદાલત યોજાશે

સિવિલ, ક્રિમીનલ અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપી અને સંતોષકારક ન્‍યાય અપાવવા પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્‍યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટ સંચાલિત રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્‍યની હાઈકોર્ટ સંચાલિત રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. જે અભિગમનાં ભાગરૂપે સમયાંતરે દેશભરમાં રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે.
આ લોક અદાલતમાં સમાધાન લાયક સિવિલ, ક્રિમીનલ કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્‍યાય અપાવવા પ્રયાસ થતા હોય છે. રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલસા)નાં વર્ષ-2024નાં એકશન પ્‍લાન મુજબ તેમજ ગુજરાત રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ નાઓનાં માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં પણ આગામી તા.14/12/2024 નાં વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ લોક અદાલતમાંકોર્ટમાં પડતર સમાધાન લાયક ક્રિમીનલ કેસો જેવા કે, ક્રિમીનલ કંપાઉન્‍ડેબલ કેસો, ચેક રિટર્નનાં કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, અને ફક્‍ત દંડ ભરીને પુરાં થઇ શકે તેવાં ક્રિમીનલ કેસો તથા સમાધાન લાયક સીવીલ કેસો જેવા કે મોટર અકસ્‍માત વળતરનાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા તેમજ પ્રિ-લીટીગેશન કેસો જેવા કે બેન્‍ક-ફાયનાન્‍સ કંપનીનાં? વસુલાતનાં કેસો, વીજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો વિગેરે કેસો સમાધાન માટે મુકવામાં આવશે. તેમજ ટ્રાફીક નિયમ ભંગનાં ઇ-ચલણની વસુલાત લોક અદાલતમાં લેવામાં આવશે કે જેમાં ઇ-ચલણની દંડની ચુકવણી કરી દેવાથી ભવિષ્‍યમાં કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી. જેથી આ નેશનલ લોક અદાલતનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે અને નેશનલ લોક અદાલતનાં દિવસે તા.14/12/2024 નાં રોજ સંબધિત અદાલત સમક્ષ હાજર રહે અને પક્ષકારો પોતાનો કેસ લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરવા માંગતા હોય તો તેઓએ સંબધિત કોર્ટનો અથવા તાલુકા કોર્ટમાં અધ્‍યક્ષશ્રી, તાલુકા કાનૂની સેવા સમિતિ અને જિલ્લા કોર્ટમાં સચિવશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વલાસાડનો સંપર્ક સાધવા અધ્‍યક્ષશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નાલસા ટોલ ફ્રી નં.15100 ઉપર પણ વધુ માહિતી મેળવી શકાશે.

Related posts

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર રખડતા કૂતરાઓનો ભયાનક ત્રાસઃ રાત્રિના સમયે ટુ વ્‍હીલર ઉપર આવતા રાહદારીઓ માટે ત્રાસજનક

vartmanpravah

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરને ભારત સરકારની ગૃહ મંત્રાલય સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિશાખાપટ્ટનમમાં યોજાયેલ નેશનલ એથ્‍લેટિક્‍સમાં ચીખલીના કણભાઈ ગામના એસ.ટી. કર્મચારી અતિશ પટેલે ગોલ્‍ડ મેડલ મેળવતા ગ્રામજનો દ્વારા કરાયેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment