October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્‍ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ

પશુપાલકે રાજ્‍ય સરકારના ફરતા પશુ દવાખાનાની સેવા માટે 1962 પર કોલ કરી ટીમને બોલાવી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માંકડબન ગામમાં એક પશુપાલક દ્વારા ફરતું પશુ દવાખાનાની સેવા માટે 1962 નંબર પર કોલ કરવામાં આવ્‍યો હતો. જેથી એમ્‍બ્‍યુલન્‍સ તાત્‍કાલિક સારવાર માટે સ્‍થળ પર પહોંચી ગઈ હતી ત્‍યાં તપાસ કરતા માલૂમ પડ્‍યુ કે, ગાયના 4 મહિનાના બચ્‍ચા (વાછરડી) ને પેટમાં સારણ ગાંઠ છે. જેથી પશુ ચિકિત્‍સક દ્વારા વધુ તપાસ કરતા ગાયના બચ્‍ચાને હરણીયા હોવાનું જણાયુ હતું. ઈએમઆરઆઈ ગ્રીન હેલ્‍થ સર્વિસના ડો.હાર્દિકભાઈ, પરીમલભાઈ, પાઇલોટ અશોકભાઈ અને નિતેશભાઈએ મળીને હરણીયાને મૂળમાંથી કાઢી ઓપરેશન કર્યું હતું. રાજ્‍ય સરકારની આ સેવાથી ગાયનુ બચ્‍ચુ હરણીયાના દુખાવામાંથી મુકત થતા તેનો જીવ બચાવવામાં આવ્‍યો હતો જે બદલ પશુમાલિક EMRI  green health services સંસ્‍થા અને એમના ડોક્‍ટરો તથા પાયલોટનેઅભિનંદન પાઠવી આભાર માન્‍યો હતો.

Related posts

વાપીની સીએ ઈન્‍સ્‍ટીટયૂટના નવા હોદ્દેદારોએ ચાર્જ લીધો

vartmanpravah

નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્‍સવ ઉજવાયો

vartmanpravah

આજે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી : છેવટે નવિનભાઈ પટેલના નસીબ આડેનું પાંદડું હટે એવી સંભાવના

vartmanpravah

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સરળ એપ અને બુથ સશક્‍તિકરણ અંગેની મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment