July 22, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

ડો. બાબાસાહેબ આંબેડકરે એસ.સી., એસ.ટી., મહિલા, કામદારો સહિત સમગ્ર માનવજાતના ઉત્‍થાન માટે કરેલા કામોને સરપંચ મુકેશ ગોસાવીએ યાદ કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતના બંધારણના નિર્માતા યુગપુરૂષ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ડો. બાબાસાહેબ આંબેડકરે એસ.સી., એસ.ટી., મહિલા, કામદારો સહિત સમગ્ર માનવજાતના સર્વાંગી ઉત્‍થાન માટે કરેલા કામોને યાદ કર્યા હતા અને ડો. બાબાસાહેબ આંબેડકરે બતાવેલા રસ્‍તા ઉપર ચાલવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગેપંચાયત સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, પંચાયત સેક્રેટરી શ્રી પર્યંત જાની, કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર સુશ્રી વિશાખા પટેલ સહિત ગ્રામજનો અને સ્‍ટાફની ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

દાદરાના વાઘધરા નજીક દમણગંગા નદીમાં ફસાયેલ બે ગાયોને દાનહ ડિઝાસ્‍ટર-ફાયરની ટીમને સુરક્ષિત બહાર કાઢવા મળેલી સફળતા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

vartmanpravah

માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah

રવિવારે દાનહમાં 9, દમણમાં 10 અને દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment