
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: 36મી આંતરસ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન ‘‘પોપ્યુલર ક્વિઝ કોન્ટેસ્ટ-2024”નું આયોજન વાપીના કન્નડા સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વાપીની ચૌદ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનને ચાર ગૃપમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. જેમાં વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ચારેય ગૃપમાં સફળતા હાંસલ કરી હતી. જેમાં ગૃપ એકમાં ધોરણ ચારનો વિદ્યાર્થી જૈમિન ભાડજા અને વિદ્યાર્થીની જિયા ભાનુશાલીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ગૃપ બે માં ધોરણ પાંચનો વિદ્યાર્થી હેરામ્બ શર્મા અને ધોરણ સાતનો વિદ્યાર્થી પ્રયાગ કુલકર્ણીએ તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગૃપ ત્રણમાં ધોરણ આઠનો વિદ્યાર્થી અનમોલ શ્રીવાસ્તવ અને ધોરણ દસનો વિદ્યાર્થી યુવરાજ સીંઘે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ગૃપ ચારમાં ધોરણ બારના વિદ્યાર્થીનારાયણ સિંઘ અને હર્ષ રાજપુરોહિતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકોની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

