October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ બોર્ડની રચનાના ચક્રો ગતિમાન થયાઃ આગામી બેઠકમાં ચેરમેન સહિતના નામો જાહેર થશે

નવા પ્રમુખ તરીકે યોગેશ કાબરીયાના નામની ચર્ચા : વી.આઈ.એ.એ નામો મોકલાવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી નોટિફાઈડ બોર્ડની વર્તમાન બોડીની મુદત પુરી થવાની હોવાથી નવા બોર્ડની રચના અંગે ચક્રો ગતિમાન થઈ ચૂક્‍યા છે. વાપી વીઆઈએ દ્વારા સુચિત નામો ગાંધીનગર વડી કચેરીમાં મોકલી અપાયા હતા તેને સોમવારે મંજુરીની મહોર લાગી ગઈ છે. આગામી સમયે મળનારી બેઠકમાં નવા ચેરમેન અને રહેણાંક સહિતના બોર્ડ સભ્‍યોની જાહેરાત કરવામાં આવશે.
વર્તમાન નોટિફાઈડ બોર્ડના ચેરમેન હેમંત પટેલ અને બોડીની મુદત પુરી થતી હોવાથી જીઆઈડીસી દ્વારા નવા નામો ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પાસે મંગાવાયા હતા. વી.આઈ.એ. તરફથી બે ઉદ્યોગકાર યોગેશ કાબરીયા અને મગન સાવલીયાના નામોની દરખાસ્‍ત કરાઈ હતી. તેમજ મોટા ઉદ્યોગમાંથી દિનેશચંદ્ર પાટીલનું નામ મોકલાયું હતું. સોમવારે સરકારના ખાણ-ઉદ્યોગ વિભાગે આ નામોની મંજુરી આપી હતી. હવે નવા નોટિફાઈડ બોર્ડની રચના આગામી મિટિંગમાં હાથ ધરાશે. નવિન બોર્ડમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, સેક્રેટરી કલ્‍પેશ વોરા હોદ્દાની રુએ બોર્ડ સભ્‍ય હશે તેમજ યોગેશ કાબરીયા અને મગન સાવલીયાના નામોરજૂ થઈ ચૂક્‍યા છે. સરકાર તરફથી વિડિઝન મેનેજર, સુપ્રિટેન્‍ડ એન્‍જિનિયર, ચીફ ઓફિસરનો પણ બોર્ડમાં સમાવેશ થશે. હવે ચર્ચાએ જોર પકડયું છે કે રહેણાંક વિસ્‍તારના પ્રતિનિધિ તરીકે અત્‍યાર સુધી તો ચેતન્‍ય ભટ્ટ રહેણાંક વિસ્‍તારના પ્રતિનિધિ છે. જો કે આ ચર્ચાઓનો અંત પ્રથમ બેઠકમાં આવી જશે. પ્રમુખ તરીકે યોગેશ કાબરીયાનું નામ લગભગ નિヘતિ છે.

Related posts

નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી અને ગુજરાત પ્રેદશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી.આર પાટીલના હસ્‍તે ખાતમુહૂર્ત

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીના અધિકારીઓની સામે આવેલી ઈરાદાપૂર્વકની નજર અંદાજ કરવાની નીતિ

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુની અધ્‍યક્ષતામાં પારડી તાલુકા – શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી મળી

vartmanpravah

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah

કપરાડાના અંભેટી ત્રણ રસ્‍તા પર કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત : તમામ ઘાયલોને સારવાર માટે ખસેડાયા

vartmanpravah

Leave a Comment