કુર્ઝ અને સુત્રપાડા વહેલી સવારે 3:6 અને 2:2ના ભૂકંપના આંચકા આવ્યા : દાનહ સુરંગી-ખાનવેલ-વેલુગામમાં પણ અસર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26
વાપીથી 36 કીલોમીટર દૂર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની સરહદે આવેલ બે ગામોમાં વહેલી સવારે 5:36 વાગ્યાના સુમારે ભૂકંપના આફટર શોક ના બે આંચકા આવ્યા હતા. આંચકાને લઈ ગામવાસીઓમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો.
તલાસરી મહારાષ્ટ્રની સરહદે આવેલ કુર્ઝ અને સુત્રપાડા નામના બે ગામો જે વાપીથી 36 અને 33 કી.મી.ના અંતરે આવેલા છે. સિસમોલોઝીકલ સુત્રો મુજબ આ ગામોમાં આફટર શોકના ભૂકંપના 3:6 અને 2:2 ના આંચકા નોંધાયા છે. સવારે 5:36 કલાકે આવેલ ભૂકંપના આંચકાને લઈ ગ્રામવાસીઓમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. જમીનમાં 10 કી.મી. નીચે આંચકો નોંધાયો છે. આની અસર દાદરા નગરહવેલીના સુરંગી, વેલુગામ, ખાનવેલમાં પણ થયેલી જોવા મળી હતી. આ ગામોમાં પણ લોકો ગભરાઈ ગયા હતા. જો કે ભૂકંપ આફટર શોકને લઈ અન્ય કોઈ જાનહાની કે નુકશાનનો અહેવાલ નથી.