સવારે કાઢવામાં આવેલી ભવ્ય શોભાયાત્રામાં કચીગામના આગેવાન અને દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલની રહેલી વિશેષ ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.10 : આજે નાની દમણના કચીગામ ખાતે આવેલ કાશળ ફળીયામાં જય શ્રી ભીખીમતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પટોત્સવની ધામધૂમથી અને ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે યક્ષ પૂજન ત્યારબાદમાતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા દમણ-દીવનાં પૂર્વ સાંસદ અને કચીગામના આગેવાન શ્રી લાલુભાઈ પટેલનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રની સમાપ્તિ પછી મંદિરે માતાજીની આરતી કરવામાં આવી હતી અને માતાજીને ભોગ ચઢાવી મહાપ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકભક્તજનોએ આનંદ અને ઉત્સાહથી મહાપ્રસાદનો લાભ લીધો હતો.