July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના વંકાલ ગામના હર્મિત પટેલની એબીવીપી દ્વારા મંત્રી તરીકે નિમણૂક કરાતા વિદ્યાર્થી વર્તુળમાં આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની નવસારી જિલ્લાના સંયોજક સુજલભાઈ માલવિયા સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં ચીખલી નગરની નૂતન કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં વંકાલના પૂર્વ સરપંચ દંપતી અને ભાજપ અગ્રણી દીપકભાઈ તથા વાસંતીબેનના પુત્ર હર્મિત પટેલની ચીખલી નગરના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી સાથે સહમંત્રી અને નૂતન કારોબારીમાં દર્શનભાઈ, ધ્રુવ કાયસ્‍થ, આર્યન ગુપ્તા, યસ રાઠોડ, જેનીલ પટેલ સહિતની વરણી કરવામાં આવતા વિદ્યાર્થી વર્તુળમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
વાંકલ ગામના વજીફા ફળીયાના હર્મિત પટેલની એબીવીપીમાં મંત્રી તરીકે નિયુક્‍તિ થતા પરિવારજનો ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, નવસારી જિલ્લા કિસાન મોરચા આઇટીસેલના ઈન્‍ચાર્જ દિપકભાઈ સોલંકી, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશભાઈ પટેલ સહિતનાઓએ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ દમણ દીવ પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટ-2022 સંપન્ન

vartmanpravah

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર મુકામે વિજ્ઞાન શિક્ષકોની રાજ્ય કક્ષાની રિસોર્સ પર્સન તાલીમ કાર્ય શિબિર યોજાઈ

vartmanpravah

‘‘ગાર્બેજ ફ્રી ઈંડિયા” ની થીમ સાથે ‘‘ગાર્બેજ ફ્રી વલસાડ” બનાવવા સ્‍વચ્‍છતાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

સમરસ ચૂંટણી થવાની સંભાવના વચ્‍ચે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના સરપંચ-વોર્ડ સભ્‍યોની ચૂંટણીનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

vartmanpravah

Leave a Comment