(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: જેમ જેમ પરીક્ષાઓ નજીક આવતી જાય છે તેમ તેમ વિધાર્થીઓમાં પરિક્ષાનો ડર મનમાં ઘર કરતો જાય છે. પરિક્ષાને લગતી તમામ બાબતો આવરી લેતો સેમીનાર તારીખ 30 નવેમ્બર શનિવારે નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે નવસારીનાં પ્રતિષ્ઠિત શિક્ષક ,મોટિવેશનલ સ્પીકર ,શોર્ટ ફિલ્મ મેકર તેમજ ઉમદા તેમજ સહજ વ્યક્તિત્વ ધરાવનાર ચિરાગ ભટ્ટ સર દ્વારા લેવામાં આવ્યો હતો.પરીક્ષા માટેની તૈયારી કઇ રીતે કરવી, અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના ડરને ભગાડવા જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. મુંઝાયેલા વિદ્યાર્થીઓને જો યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળે તો એનો વિધાર્થીઓ પર ખૂબ સારો પડતો હોય છે.આ સેમિનારનો લાભ ધોરણ 9 થી 12 નાં 135 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો.બાળકોના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.સેમિનારમાં છાત્રાલયના ટ્રસ્ટી શ્રીમતી મીનાક્ષી કરમરકર તેમજ શિક્ષકગણ બાળકોનો ઉત્સાહ વધારવા હાજર રહ્યાં હતાં. ચિરાગ ભટ્ટ સરે સેશનની સફળતા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આનંદ, સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.