સ્લમ વિસ્તારમાં બનેલો બનાવ : બાળકીને પેટમાં પીડા થતા હોસ્પિટલ લઈ જવાતા ઘૃણાસ્પદ ઘટના ઉજાગર થઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: સમગ્ર સમાજને શર્મસાર કરતી ઘટના વાપી ટાઉનમાં ઘટની છે. વાપીના એક સ્લમ વિસ્તારમાં રહેતી 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને ત્રણ બાળકોના નરાધમ પિતાએ ગર્ભવતી બનાવી દીધાની ચોંકાવનારી હકિકત પ્રકાશમાં આવતા ચોમેરથી નરાધમ સામે ફીટકાર વરસ્યો હતો.
વાપીના સભ્ય સમાજને આંચકો આપતી ઘટનાની વિગત મુજબ સ્લમ વિસ્તારમાં રહેતી 13 વર્ષની બાળકી સાથે પડોશમાં રહેતા ત્રણ સંતાનોના પિતા અવાર નવાર બાળકીને ફોસલાવી પટાવી દુષ્કર્મ આચરતો રહેલો. બાળકીને પેટમાં દુખાવો ઉપડતાપરિવાર બાળકીને હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયો હતો ત્યારે તબીબી પરિક્ષણ દરમિયાન બાળકી ગર્ભવતી હોવાની દર્દ દાયક વિગતો સામે આવતા ગરીબ પરિવાર હત્સ્પદ થઈ ગયો હતો. સમગ્ર મામલો ટાઉન પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.