January 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એસ.પી. ડો.કરણરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. શર્મા તથા એસ.આઈ.ટી. ટીમનું સન્‍માન કર્યું, પોલીસ ટીમને રૂા.12.09 લાખનું ઈનામ અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચાવેલ પારડી મોતીવાડા રેપ વીથ મર્ડર કેસના સિરિયલ કિલર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડી કેસ સફળતાપૂર્વક ડીટેક્‍ટ કરવા બદલ ગૃહમંત્રીએ વલસાડ પોલીસ ટીમનું સન્‍માન કર્યું હતું. ગાંધી નગર ખાતે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં વિશિષ્‍ટ કામગીરી બજાવનાર ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ તથા એસ.આઈ.ટી. ટીમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
વલસાડ જિલ્લા માટે નવેમ્‍બર તા.19-2024 નો દિવસ ગોઝારો દિવસ બની ઉઠયો હતો. પારડીના મોતીવાડા ગામની એક વિદ્યાર્થીનીનું અજાણ્‍યા યુવકેઆંબાવાડી વિસ્‍તારમાં લઈ જઈ બેરહેમ દુષ્‍કર્મ આચરી નિર્મમ હત્‍યા કરી હતી. આ કેસની વલસાડ પોલીસે બારીકાઈથી કુનેહ પૂર્વક તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી હતી. 11 દિવસ પોલીસના 12 પીઆઈ, 17 પી.એસ.આઈ., 4 ડીવાયએસપી અને 300 થી વધુ પોલીસ જવાનો આરોપી શોધવા સતત ઝઝુમ્‍યા હતા. તપાસના વિવિધ પાસા કડીઓ-સીસીટીવી ફૂટેજની તપાસના અંતે આરોપીને વાપી રેલવે સ્‍ટેશનથી ઝડપી પાડયો હતો. આરોપીને ઝડપનાર બે પોલીસ કર્મીઓનું પણ મોતીવાડા સરપંચએ 50 હજારનું ઈનામ આપ્‍યું હતું. સમગ્ર કેસને ડીટેક્‍ટ કરવા બદલ ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. એ.કે. શર્મા અને એસ.આઈ.ટી. ટીમનું ભવ્‍ય સન્‍માન કરાયું હતું તેમજ 12.09 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં આઈ.જી., ડી.જી. વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણવાડા ગ્રા.પં. દ્વારા યોજાઈ વિશેષ મહિલા ગ્રામસભાઃ મોદી સરકારે પ્રદેશમાં રહેતા તમામ લોકોનું સલામત બનાવેલું ભવિષ્‍ય

vartmanpravah

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ઉપર યોજાયેલ ગ્રામીણ પ્રીમિયર લીગ સિઝન-6માં ખાનવેલ કિંગ ચેમ્‍પિયન

vartmanpravah

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા વનવિભાગની કચેરીએ ભજનકીર્તન કરી આવેદનપત્ર અપાશે

vartmanpravah

Leave a Comment