October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ. નટરાજ કોલેજના ખેલાડી ઓલ ઈન્‍ડિયા ઈન્‍ટર યુનિવર્સિટી ચેમ્‍પિયનશિપ માટે પસંદ થયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ચણોદ કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ ખાતે અભ્‍યાસ કરતા બે વિદ્યાર્થીઓને ‘‘ઓલ ઈન્‍ડિયા ઈન્‍ટર યુનિવર્સિટી ફૂટબોલ(મેન)”માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ટીમનું પ્રતિનિધિત્‍વ કરવા માટે પસંદગી કરવામાં આવી છે. ચેમ્‍પિયનશિપ વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં યોજાવાની છે. પસંદ કરાયેલા ખેલાડીઓમાં મન ચતુરવેદી (એસ.વાય.બી.કોમ.), અરાફા સરવાર (એફ.વાય.બી.બી.એ.), નો સમાવેશ થાય છે. વધુમાં, ટુર્નામેન્‍ટ માટે સ્‍ટેન્‍ડબાય પ્‍લેયર તરીકે રુબેન મેથ્‍યુ (એસ.વાય.બી.સી.એ.) ખેલાડીની પસંદગી થઈ છે. કોલેજના પ્રિન્‍સિપાલ ડો.પૂનમ બી. ચૌહાણે આ સિદ્ધિ બદલ આનંદ વ્‍યક્‍ત કર્યો હતો અને ખેલાડીઓને તેમની મહેનત અને સમર્પણ માટે અભિનંદન આપ્‍યા હતા. તેણીએ કોલેજના રમતગમતનાં માર્ગદર્શકો, ડો.મયુર પટેલ અને શ્રી રોહિત સિંઘનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. જેમણેવિદ્યાર્થીઓને તૈયાર કરવાના સખત પ્રયાસો કર્યા છે. આ પસંદગી કોલેજની રમતગમતની ઉત્‍કૃષ્‍ટતાને પ્રોત્‍સાહન આપવા અને વિદ્યાર્થીઓને રાષ્‍ટ્રીય પ્‍લેટફોર્મ પર તેમની સંભવિતા હાંસલ કરવા માટે સશક્‍ત બનાવવાની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

Related posts

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

દમણઃ વરકુંડ મોટા ફળિયા ખાતે રસ્‍તામાં પડેલ ઝાડને ખસેડવાનીબાબતમાં થયેલ બબાલમાં મરઘી કાપવાના છરાથી વધેરી નાંખવાનો પ્રયાસ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા રેલીંગ તોડી ટ્રક સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયો

vartmanpravah

Leave a Comment