લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ફત્તેહસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં સમાજમાં સમાનતા ન્યાય અને સન્માનના મૂલ્યોને પ્રોત્સાહન આપવા યોજાયેલો કાર્યક્રમ

(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: સેલવાસ ખાતે આવેલ હવેલી ઈન્સ્ટિટયૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસના અવસરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણના માર્ગદર્શન પર આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માનવાધિકારની મહત્તાને ઉજાગર કરવા અને સમાજમાં સમાનતા ન્યાય અને સન્માનના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ એનએસએસ સ્વયંસેવકો દ્વારા નુક્કડ નાટક પ્રસ્તૃત કરાયું હતું. જેમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના સંઘર્ષ અને એમની તાકાતને પ્રભાવશાળી ઢંગે પ્રસ્તૃત કર્યુ હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ માનવાધિકાર સબંધિત વિષય પર વિચારો વ્યક્ત કર્યા હતા. કરીના પાંડેએ ટ્રાન્સજેન્ડર સમુદાય સામે આવતી તકલીફો પર અને નેહા અગ્રવાલે એમના અધિકારો અંગે અને ખુશ્બુ કલારિયાએ કાનૂની સુરક્ષા વિષય પર જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સંસ્થાના ઉપાધ્યક્ષ શ્રી એ.ડી.નિકમે માનવાધિકાર પ્રત્યે જાગૃકતા અને સમાજમાં સમાનતાની ભાવના વિકસિત કરવાની આવશ્યકતા અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર ખુશ્બુ મિશ્રા જૈન અને શ્રેયા પાઠક દ્વારા કરવામાં આવ્યુંહતું. આ અવસરે લાયન્સ ક્લબ ઓફ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, વાઈસ ચેરમેન શ્રી એ.ડી.નિકમ, શ્રી હીરાભાઈ પટેલ, ઈન્સ્ટિટયૂટના આચાર્ય ડો.શિલ્પા તિવારી, કો-ઓર્ડિનેટર લક્ષ્મી નાયર સહીત એનએસએસની ટીમ ઉપસ્થિત રહી હતી.