August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મિત્રોને એકના ડબલનું પ્રલોભન આપી લાખોની ઠગાઈનો આરોપી 6 મહિના બાદ આણંદથી ઝડપાયો

વલસાડ નવેરા ગામના વિશાલ રાજેશ પટેલ ફરાર હતો : હાઈફાઈ લાઈફ વિતાવતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડમાં છે એક મહિના અગાઉ મિત્રોને એકના ડબલ કરી આપવાની લાલચ આપી રૂા.8 લાખની ઠગાઈ કરી આરોપી ફરાર થઈ ગયો હતો. વલસાડ રૂરલ પોલીસ આરોપીનેઆણંદમાં ભાડાના ઘરમાં રહેતો હતો તેને ઝડપી પાડી વલસાડ લવાયા હતા.
વલસાડ નજીક આવેલા નવેરા ગામમાં હનુમાન ફળીયામાં રહેતો વિશાલ રાજેશ પટેલએ છ મહિના પહેલા વલસાડમાં એક ના ડબલ કરી આપવાની સ્‍કીમ ચાલુ કરી હતી. પ્રલોભનમાં કેટલાક મિત્રોએ 8 લાખ જેટલા નાણા વિશાલને આપ્‍યા હતા. બાદમાં વિશાલે છેતરપીંડી કરી હોવાનું બહાર આવતા તેની વિરૂધ્‍ધ ફરિયાદ રૂરલ પોલીસમાં કરવામાં આવી હતી. વિશાલ શોર્ટકટના નાણા ઉડાવતો હતો. નાણાથી હાઈફાઈ લાઈફ જીવતો હતો. મોજ કરતો હતો. ફરિયાદ બાદ ફરાર થઈ ગયો હતો. બાદ પોલીસ ટીમને મળેલી બાતમી આધારે વોન્‍ટેડ વિશાલનું લોકેશન આણંદમાં મળ્‍યું હતું. વલસાડ પોલીસ આણંદ પહોંચી આરોપી વિશાલની ધરપકડ કરી હતી. વિશાલ મિત્રોના નાણા પડાવીને ગોવા એમ.પી. ઓરિસ્‍સામાં ફરતો રહેતો. મોંઘી બાઈકો ઉપર હાઈફાઈ લાઈફ જીવતો હતો.

Related posts

સંઘપ્રદેશમાં સેવા પખવાડા દરમિયાન યોજાનારા કાર્યક્રમની રૂપરેખા તૈયારઃ ટી.બી. અને કુપોષણમુક્‍ત પ્રત્‍યેક જિલ્લો બનાવવા સંકલ્‍પ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

વલસાડના મોપેડ સવારને પારડી ખાતે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી

vartmanpravah

સેલવાસ ડોકમરડી ખાડી-દમણગંગા નદીમાં જળકુંભીનું વધેલું પ્રમાણ

vartmanpravah

‘રાષ્‍ટ્રીય આદિજાતિ રમત-ગમત મહોત્‍સવ-2023′ ભુવનેશ્વરમાં યોજાશે

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાના હુમલામાં મહિલાના મોત બાદ મધરાતે એક વાછરડાને ફાડી ખાતા સમગ્ર વિસ્‍તારમાં સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment