Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે તા.4થી માર્ચે સખીમંડળના પ્રોડક્‍ટ્‍સના પ્રદર્શન-વેચાણ મેળાને ખુલ્લો મુકશે

પ્રદર્શન મેળો તા.4 અને 5 માર્ચ દરમિયાન વલસાડના મોંઘાભાઈ હોલમાં યોજાશે, સવારે 10 થી રાત્રે 8 વાગ્‍યા સુધી ચાલુ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.02: વલસાડ જિલ્લામાં હોળીપર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના અવસરરૂપે રાષ્‍ટ્રીય કળષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ગુજરાતનાં રીજનલ ઓફિસ દ્વારા તા.4 અને 5 માર્ચ, 2023ના રોજ ડો.મોઘાભાઈ હોલ, સ્‍ટેડિયમ રોડ ખાતે સ્‍વ સહાય જૂથો (સખી મંડળ) દ્વારા વલસાડમાં ઉત્‍પાદિત વસ્‍તુઓના પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવશે. જેનું ઉદ્ધાટન જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે તા.4 માર્ચ, 2023ના રોજ સવારે 11-00 વાગ્‍યે કરશે. આ પ્રદર્શન બંને દિવસોએ સવારે 10-00 થી રાત્રે 8-00 વાગ્‍યા સુધી ચાલુ રહેશે.

આ પ્રદર્શન મેળાનું આયોજન વલસાડ અને આજુબાજુના જિલ્લાના સ્‍વ સહાયજૂથો દ્વારા ઉત્‍પાદન કરવામાં આવતી ચીજ વસ્‍તુઓને પ્રોત્‍સાહન મળી રહે એ હેતુથી કરવામાં આવ્‍યું છે. જેમાં હેન્‍ડીક્રાફટ, કોટન કુર્તી, ડ્રેસ મટિરીયલ, કોટન બેગ, સુકા મેવા, જ્‍યુટ બેગ, અગરબત્તી, મધ, પાપડ-પાપડી, જેવી અનેક અવનવી વસ્‍તુઓનું વેચાણ કરવામાં આવશે. વલસાડની જનતાએ સ્‍વ સહાય જૂથોની બહેનોને આ મેળાની મુલાકત લઈ પ્રોત્‍સાહિત કરવા માટે જિલ્લા વિકાસ પ્રબંધકે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દાનહ ખાતે તા.23મી જાન્‍યુઆરી, ર0રરના રોજ અન્‍ડર-19 હેન્‍ડ બોલ ખેલાડીનું સિલેક્‍શનનું આયોજન

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં એક દિવસીય નવા રજીસ્‍ટ્રેશન અને લાયસન્‍સ રીન્‍યુઅલનો મેગા કેમ્‍પ યોજાયો

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં શિક્ષક દિનની કરાયેલી ઉજવણી

vartmanpravah

કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ ધોડીને મળી રહેલું વ્‍યાપક સમર્થન : ડોર ટુ ડોર પ્રચાર : કાફલામાં જોવા મળી રહેલો વધારો

vartmanpravah

Leave a Comment