April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલ ક્ષતિગ્રસ્ત સાયકલો અંગે તપાસ કરવા રજૂઆત

એક વર્ષ પડી રખાયેલ સાયકલ રંગ રોગાન કરી વિદ્યાર્થીઓને પધરાવી દેવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.17: આજરોજ તા.17/12/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ક્ષતિગ્રસ્‍ત સાયકલોની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
ધરમપુર તાલુકાની સ્‍કૂલોના વિદ્યાર્થીઓને જે આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે સાયકલોનું વિતરણ કરવામાં આવ્‍યું છે એ તમામ સાયકલોને રંગારુ ગાન અને સમારકામ કરીને આપવામાં આવી રહી છે મોટી સંખ્‍યામાં આપવામાં આવેલ સાયકલો ક્ષતિગ્રસ્‍ત હોય તેના કારણે વિદ્યાર્થીઓના વાલીને એક સાયકલ પાછળ આશરે 1000 રૂપિયાથી વધારે ખર્ચ કરવા પડશે.
આજે જે વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવેલ છે એ વિદ્યાર્થીઓને સ્‍કૂલમાં ગેરહાજર બાતવવામાં આવ્‍યા છે કે કેમ અને એ વિદ્યાર્થીઓનો અભ્‍યાસ બગડ્‍યો એનું શું?
શું અહીં આદિવાસી વિસ્‍તાર ધરાવતા અને આદિવાસી બાળકો અભ્‍યાસ કરે છે એટલે આવો અન્‍યાય કરવામાં આવી રહ્યો છે.
શાળા પ્રવેશોત્‍સવના નામે સરકાર કરોડના તાઈફાઓ કરે છે અને શાળા પ્રવેશોત્‍સવ 2023 ની સાઇકલો આપવાનું જ ભૂલી ગયા અને એજ સાયકલોને કલરકામ કરીને 2024 પૂર્ણ થવાનું ત્‍યારે આપવામાં આવી એ કેટલા અંશે યોગ્‍ય.
આપવામાં આવેલ સાયકલોની ચકાસણી કરવામાં આવે અને જેના દ્વારા પણ આબેદરકારી દાખવામાં આવી છે. એમના પર શિક્ષાત્‍મક પગલાં ભરવામાં આવે ની માંગ કરવામાં આવી હતી.

Related posts

દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ વિશેષ બેઠકમાં લેસ્‍ટર-યુ.કે.ના કોળી પટેલ સમાજના અધ્‍યક્ષ બનતા વાસુભાઈ પટેલ

vartmanpravah

વાપી છરવાડા પંચાયતના માજી સરપંચ હેમંત પટેલને વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં સજા ફટકારી

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસ જિલ્‍લા કોર્ટે પોકસો એક્‍ટના કેસમાં આરોપી હનુમંત મહાદુ દરોડેને 20 વર્ષની કેદ અને રૂા.બે હજાર રોકડના દંડની ફટકારેલી સજા

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

Leave a Comment