April 26, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.માં કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

બેંક કર્મચારીઓને થ્‍ખ્‍ત્‍ત્‍ગ્‍ અને ઝગ્‍જ્‍ પરીક્ષા પાસ કરવા સક્ષમ બનાવવા તાલીમ શિબિરનું આયોજન કરાયું : દીવમાં પણ ટૂંક સમયમાં આયોજિત કરવામાં આવશે
સરકારી કોલેજના વિદ્યાર્થીઓ પણ તાલીમ શિબિરમાં જોડાયા – ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના સંચાલક કરણજીત વડોદરાએ કેમ્‍પનું ઉદ્‌ઘાટન કરી આપેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની એકમાત્ર સહકારી બેંક દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ હવે તેના કર્મચારીઓને સેવાની સાથે સાથે તાલીમ આપવાની દિશા તરફ આગળ વધી રહી છે. ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા થ્‍ખ્‍ત્‍ત્‍ગ્‍ અને ઝગ્‍જ્‍ પરીક્ષા માટે તેમના કર્મચારીઓને તૈયાર કરવા માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
તાલીમ શિબિરનું ઉદ્‌ઘાટન કરતી વખતે બેંકના સંચાલક શ્રી કરણજીત વડોદરાએ કર્મચારીઓને માર્ગદર્શનપણ આપ્‍યું હતું. શ્રી કરણજીત વડોદરાયાએ ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના કર્મચારીઓની પણ પ્રશંસા કરી હતી. આ તાલીમ શિબિરમાં સરકારી કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા. જેથી યુવાનોને બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવે. દીવમાં પણ એક સપ્તાહ બાદ આજ પ્રકારના તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અત્રે યાદ રહે કે, જૂન ર0ર0માં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના હજારો શેરહોલ્‍ડરો અને થાપણદારોની ચિંતા કરી બેંકનું સંચાલન સરકારના હાથમાં લઈ લીધુ હતું. તેમણે બેંકના સંચાલક તરીકે શ્રી કરણજીત વડોદરાયાની નિમણૂક કરી, તેમને હજારો શેરધારકો અને થાપણદારોના હિતની જવાબદારી સોંપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી કરણજીત વડોદરાએ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટીવ બેંક લિ.ને કરોડોના નફો જ નથી કરાવ્‍યો પરંતુ 20 થી 25 વર્ષ જૂની લોન વસૂલ કરીને, બેંકની આર્થિક સ્‍થિતિ વધુ મજબૂત બનાવી દીધી છે. હવે બેંકના કર્મચારીઓને ભવિષ્‍યમાં પ્રમોશન અને અન્‍ય લાભો માટે થ્‍ખ્‍ત્‍ત્‍ગ્‍ અને ઝગ્‍જ્‍ પરીક્ષા માટે તૈયાર કરવા તાલીમશિબિરો યોજીને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

વાપી-ટુકવાડા હાઈવે ઉપર ઘરફોડ ચોરીના ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા : રોકડ, દાગીના, બાઈક મળી રૂા.4.18 લાખનો મુદ્દામાલ કબજે

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

vartmanpravah

બાળ સુરક્ષા સમિતિ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સામગ્રી આપનારા દાતાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

દમણના કચીગામમાં નાળામાંથી યુવકની હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર

vartmanpravah

Leave a Comment