July 28, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા ક્રિકેટ (અંડર 19 બોયઝ) સ્‍પર્ધાની ફાઈનલમાં શ્રી માછી મહાજન શાળા વિજેતા બની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી. અને રમત-ગમત વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા દમણમાં સંઘપ્રદેશ કક્ષાની વિવિધરમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ આયોજિત રમત-ગમત સ્‍પર્ધા દ્વારા યુવા પેઢીને માનસિક આરોગ્‍ય તેમજ શારીરિક તંદુરસ્‍તી પ્રત્‍યે પ્રેરિત કરવામાં આવી રહી છે.
આજે યોજાયેલી દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા ક્રિકેટ સ્‍પર્ધા (અંડર 19 બોયઝ) ફાઈનલ મેચમાં શ્રી માછી મહાજન શાળાના ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સાર્વજનિક શાળાને 8 રનથી મ્‍હાત આપી હતી. આ સાથે દમણ જિલ્લા આંતર શાળા ક્રિકેટ સ્‍પર્ધાનું સમાપન થયું હતું. આ જિલ્લા કક્ષાની સ્‍પર્ધાના પસંદ કરાયેલા ખેલાડીઓ સંઘીય કક્ષાની સ્‍પર્ધામાં દમણ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરશે.
જિલ્લા કક્ષાની આંતર શાળા ક્રિકેટ (અંડર 19 બોયઝ) સ્‍પર્ધાના વિજેતા અને ઉપ વિજેતા ખેલાડીઓને સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા હેડક્‍વાર્ટર, દિલ્‍હીના ડાયરેક્‍ટર શ્રી સંદીપ રાણા અને વિભાગના અધિકારીઓ શ્રી અક્ષય કોટલવાર અને શ્રી દેવરાજ સિંહ રાઠોડ દ્વારા ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ સાથે ખાસ મુલાકાતે આવેલા ડાયરેક્‍ટર શ્રી સંદીપ રાણાએ પોતાના વિચારો વ્‍યક્‍ત કરી ઉપસ્‍થિત તમામ ખેલાડીઓને રમત-ગમત તરફ પ્રોત્‍સાહિત કર્યા હતા. આ સ્‍પર્ધાને સફળ બનાવવા માટે ભૌતિક શિક્ષકો અને વિભાગના કર્મચારીઓએ પોતાનું મૂલ્‍યવાન યોગદાન આપ્‍યું હતું.

Related posts

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ડૉ. મહેન્‍દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્‍થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્‍ધિના બાળકો માટે સ્‍કૂલ બસ અર્પણ કરવામાં આવી

vartmanpravah

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

vartmanpravah

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

vartmanpravah

Leave a Comment