October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ નિલકંઠ સોસાયટીના બંધ બંગલામાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોરી થયાનું બહાર પડયું

તસ્‍કરો અંદાજીત રૂા.50 હજાર રોકડા અને સોના-ચાંદીના ઘરેણા
ચોરી ફરાર થઈ ગયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: શિયાળાની ઠંડીનું પ્રમાણ વધતાની સાથે તસ્‍કરો ચોરી કરવા મેદાને પડયા હોય તેવું સાબીત કરતી ઘટના. વાપી ચણોદમાં આવેલ નિલકંઠ સોસાયટીના બંધ બંગલામાં મંગળવારે રાત્રે ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે.
ચણોદમાં આવેલ નિલકંઠ સોસાયટીમાં બંગલા નં.137 બંધ હતો. પરિવાર બહાર ગયો હતો. તેથી આ તકનો લાભ લઈ બંધ બંગલામાં મંગળવારે રાત્રે તસ્‍કરો ત્રાટક્‍યા હતા. તાળુ તોડી બંગલામાં પ્રવેશી કબાટ તોડી અંદર રહેલા અંદાજીત રૂા.50 હજાર અને સોના ચાંદીના ઘરેણા ચોરી ફરાર થઈ ગયા હતા. આજે ગુરૂવારે પરિવારે મકાન ખોલ્‍યુ તો ચોરી થયાનું બહાર આવ્‍યું હતું. તપાસતા રોકડા રૂપિયા અને ઘરેણાની ચોરી થઈ હતી. સીસીટીવી કેમેરાની તપાસ કરી તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્રણથી ચાર તસ્‍કરો બંગલામાં અવર જવર કરતા જોવા મળે છે. પરિવારે પોલીસને જાણકરવાની તજવીજ હાથ ધરી હતી. કુલ કેટલા મત્તાની ચોરી થઈ છે તે તપાસ બાદ સાચી હકિકતો બહાર આવશે.

Related posts

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

vartmanpravah

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

દાનહના મસાટ ખાતેની સન પ્‍લાસ્‍ટિક કંપનીમાં કામ કરતા યુવાનની તબિયત બગડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

વરસાદના વિઘ્‍ન વચ્‍ચે વાપી વિસ્‍તારમાં નવરાત્રિની પુરજોશમાં શરૂ થયેલી તૈયારીઓ

vartmanpravah

Leave a Comment