September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં મોટા ચેકડેમ બનાવવાની યોજના અમલમાં આવશે : ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા માટે મહારાષ્‍ટ્ર પેટર્નના મોટા ચેકડેમ બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. મહારાષ્‍ટ્રના સરહદી વિસ્‍તારમાં આવેલા કપરાડા તાલુકામાં ભૌગોલિક અને જળસંચયની સમસ્‍યાઓનું નિરાકરણ લાવવા આ પ્રોજેક્‍ટ અમલમાં મૂકવો જરૂરી બન્‍યો છે.
ચેકડેમના નિર્માણથી નદીઓ પર પાણીનું સંચય શકય બનશે, જે પાણીના સ્‍તરને ઉંચું લાવવાની દિશામાં મહત્‍વપૂર્ણ છે. આ યોજના દ્વારા ખેતરોમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્‍ધ બનશે, જેના પરિણામે ખેડૂતો ઉનાળુ પાક લઈ શકશે. ઉનાળાના પાક માટે સિંચાઈની સુવિધા મળવાથી ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવાની તક મળશે, જેનાથી તેઓની આવકમાં વધારો થશે.
જળસંચયના કારણે પીવાના પાણીનાસ્ત્રોતો પણ ફરી ભરાય છે, જે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો માટે ઉત્તમ લાભરૂપ છે. ખેતરોમાં પાણીની સુવિધા મળવાથી પાક ઉત્‍પાદન વધશે, જે ખેડૂતના જીવનધોરણમાં સુધારો કરશે. સાથે જ આ યોજના દ્વારા કળષિ પ્રત્‍યે ખેડૂતોનો આત્‍મવિશ્વાસ વધશેઅને આર્થિક સ્‍થિતિ મજબૂત થશે.
આ ચેકડેમ પ્રોજેક્‍ટ અમલમાં મૂકવાથી ખેડૂતોને લાંબા ગાળાની મદદ મળશે અને તે સંપૂર્ણ જળસંચય અને ખેતી માટે સફળ સાબિત થશે. ગુજરાત સરકાર દ્વારા આ યોજના માટે તાત્‍કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી ટૂંક સમયમાં કપરાડા તાલુકાના ખેડૂતો માટે આ ઉપયોગી બની શકે.

Related posts

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

આર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકી

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

વલસાડ સહિત રાજ્યના જિ.પં.ના પ્રમુખોની નવી દિલ્હીમાં ગૃહમંત્રી અને સાંસદ સાથે મુલાકાત યોજાઈ

vartmanpravah

અમરેલી જિલ્લા ભાજપ આગેવાન ડો. ભરતભાઈ કાનાબારના નેતૃત્‍વમાં પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લાની લીધેલી મુલાકાતઃ વિકાસ નિહાળી દિગ્‍મૂઢ

vartmanpravah

વિપ્ર ફાઉન્‍ડેશન રાષ્‍ટ્રીય કાર્યકારિણીમાં વાપીના સમાજ સેવક બી.કે. દાયમાની ઉપાધ્‍યક્ષ તરીકે નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment