October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફકત એક વર્ષનાટૂંકા ગાળામાં પારડી પોલીસે રૂા.2,03,47,790નો 1,75,976 નંગ દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: સમગ્ર ગુજરાતમાં નામ પૂરતી જ દારૂબંધી રહી છે. ગુજરાતના કોઈપણ શહેર કે ગામડાના ખૂણામાં તમને સહેલાઈથી દારૂ બિયર મળી રહે છે ત્‍યારે છેલ્લા એક વર્ષ દરમિયાન પારડી પોલીસે પકડેલ દારૂના આંકડાઓ જોતા તમારી આંખ પહોળી થઈ જશે.
પારડી પોલીસે તારીખ 1.12.2023 થી 15.12.2024 સુધીના ટૂંકા ગાળામાં 1,75,976 બોટલ દારૂ તથા બિયરની બોટલ મળી કુલ રૂા.2,03,47,790 ની કિંમતનો દારૂ ઝડપી પાડ્‍યો હતો.
આજરોજ તારીખ 23.12.2024 ના રોજ આ તમામ દારૂ તથા બિયરનો જથ્‍થો ચાર જેટલા મોટા ડમ્‍પર ભરી ભીલાડ જૂની આરટીઓ પાસે લઈ જઈ આ તમામ દારૂનો નાશ કરવામાં આવ્‍યો હતો.
ફક્‍ત પારડી પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં દારૂ ફક્‍ત એક વર્ષની અંદર ઝડપતી હોય અને છતાં પણ તમને કોઈપણ સ્‍થળેથી સહેલાયથી દારૂ મળી જતો હોય તો તમે સમજી શકો છો કે જેટલો દારૂ પોલીસે ઝડપ્‍યો છે તે ફક્‍ત 10% જેટલો જ હોવો જોઈએ અને તેનાથી વધુ પ્રમાણમાં દારૂ બહાર ઠલવાતો હશે. જવાબદાર તંત્ર આ વાતોથી અજાણ નથી પરંતુ ખરેખર જો પોતાની તિજોરી છોડીસરકારની તિજોરી ભરવી હોય તો હવે ગાંધીજીનું નામ નો ખોટો આડંબર છોડી ગુજરાતમાં દારૂની છૂટ આપી દેવી જોઈએ કારણ કે ગુજરાત એવું રાજ્‍ય છે જેની ચારે તરફ આવેલા રાજ્‍યોમાં દારૂની છૂટ હોય તેઓ ખૂબ સારી રેવન્‍યુ મેળવી રહ્યા છે.

Related posts

વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રીઓની ટીમ વલસાડ જિલ્લામાં આવી પહોંચતા સ્‍વાગત કરાયું, માર્ગ સલામતી કાર્યક્રમ યોજયો

vartmanpravah

‘‘બેટી વધાવો” અભિયાન હેઠળ વાપીમાં પીસી એન્‍ડ પીએનડીટી એક્‍ટ અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા શાનદાર આઝાદ દિને ધ્‍વજવંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની મહિલા ગુમ

vartmanpravah

Leave a Comment