July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્‍યું

નિયમિત ક્રમે પ્રમાણે લીલાપોરમાં રહેતા 56 વર્ષિય પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડનું ટ્રેન અકસ્‍માતમાં ઘટના સ્‍થળે મોત થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ પાસેના લિલાપોર ગામમાં અતુલ ફળીયામાં રહેતા 54 વર્ષિય આધેડ આજે સવારે 6:30 વાગ્‍યાના સુમારે ઘરેથી નિયમિત ક્રમ મુજબ અતુલ કંપનીમાં નોકરી જવા નિકળ્‍યા હતા. વલસાડ સ્‍ટેશને તેઓ પાટો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન ગુડ્‍ઝ ટ્રેન અચાનક આવી જતા અડફેટમાં આધેડનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.
અરેરાટી ઉપજાવતી ઘટનાની વિગતો મુજબ વલસાડના લીલાપોર ગામમાં અતુલ ફળીયામાં રહેતા પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડ આજે સોમવારે સવારે ઘરેથી અતુલ કંપનીમાં નોકરીએ જવા નિકળ્‍યા હતા. પ્રકાશભાઈ વલસાડ સ્‍ટેશને પાટો ઓળંગી રહ્યા હતા ત્‍યારે અચાનક ગુડ્‍ઝ ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટમાં તેઓ પટકાયા હતા. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રકાશભાઈનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું. ગામના સરપંચ મનોજભાઈ આહીરને ઘટનાની જાણ થતા રેલવે સ્‍ટેશન ઉપર દોડી આવ્‍યા હતા. પોલીસ અને એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી હતી. વલસાડના સરકારી હોસ્‍પિટલમાં ડેથબોડીનું પી.એમ. કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા લીલાપોરગામમાં ગમગીની પ્રસરી જવા પામી હતી.

Related posts

ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માંગ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણની પ્રથમ બેચે ફેશન મેનેજમેન્‍ટમાં માસ્‍ટર ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી: ‘બોટમ લાઇન-2024‘માં ફેશન સ્‍નાતકોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બરતરફ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયનું સ્‍વાગત કરતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

પારડીના નાના વાઘછીપા ખાતે ટેમ્‍પાએ સામેથી અર્ટિગાને ટક્કર મારતા અર્ટિગામાં સવાર સિનિયર સીટીજનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment