November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ઓવાડા અને કેવાડા ગામમાં એક જ રાતમાં દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કરતા ભયનો માહોલ

ઓવાડામાં નિલેશ રમણભાઈ પટેલના વાડામાં બાંધેલ બળદ અને કેવાડામાં રખડતા બે બળદોનો દિપડાએ શિકાર કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ આસપાસના ગામોમાં ખોરાકની શોધમાં દિપડાઓ અનેક ગામોમાં આવી જતા હોય છે. તેવો વધુ એક બનાવ રવિવારે રાત્રે બન્‍યો હતો. વલસાડ પાસેના ઓવાડા અને અડીને આવેલ કેવાડા ગામે રાત્રે દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કર્યાની ઘટના ઘટી હતી. ઘટના બાદ ચારે તરફ ભયનો માહોલ છવાઈ જવા પામ્‍યો હતો. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી.
વલસાડ પાસેના ઓવાડા ગામે નિશાળ ફળિયામાં રેહતા ખેતી અને પશુપાલનનું કામ કાજ કરતા નિલેશભાઈ રમણભાઈ પટેલના ઘર પાસે વાડામાં બળદ બાંધ્‍યો હતો. સવારે જોયુ તો બળદ મરેલો જોવા મળતા દિપડો આવ્‍યાની જાણ થઈ હતી. દિપડો આટલે નહોતો અટકી ઓવાડા પાસે આવેલ કેવાડા ગામમાં પહોંચી રખડતા અન્‍ય એક બળદનો પણ શિકાર કર્યો હતો. એક જ રાતમાં બે-બે અબોલ જીવ બળદોના દિપડાએ કરેલા શિકારને લઈ ચારે તરફ સ્‍થાનિક વિસ્‍તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગામનાઅગ્રણીઓએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દિપડાને પાંજરામાં પુરવા પાંજરૂ ગોઠવવાની તાત્‍કાલિક ગોઠવણ શરૂ કરી હતી. વલસાડ વિસ્‍તારમાં દિપડાઓનો વધી રહેલા આંટાફેરા વારંવાર ભયનો માહોલ આસપાસના ગામોમાં સર્જવાની ઘટનાઓ વધી રહી છે.

Related posts

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં ફરજ બજાવવા ગયેલા થાલાના શિક્ષક દંપતિના ઘરે રાત્રી દરમિયાન તસ્‍કરો રૂા.3.40 લાખના સોનાના દાગીના ચોરી ફરાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

પારડી બેઠક ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો રાત્રી ચૂંટણી સભાઓ દ્વારા ધૂંઆધાર પ્રચાર

vartmanpravah

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah

ચીખલીના ખૂંધ ગામે આદર્શ નિવાસી શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક તબિયત લથડી

vartmanpravah

Leave a Comment