December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડ

લાયન્‍સ ક્‍લબ દમણ દ્વારા કપરાડાના મુળગામ, ગવટકા તથા ચાંદવેંગણના ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને કપડાંનુ કરાયેલું વિતરણ

સરપંચ ચેંદરભાઈ ગાયકવાડ સહિત તમામ લાભાર્થીઓએ ક્‍લબના તમામ સભ્‍યોનો માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : દર વર્ષની જેમ આ વર્ષે પણ લાયન્‍સ ક્‍લબ દમણ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળા (બ્‍લેન્‍કેટ) અને કપડાં વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે છેલ્લા 8 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કાર્યક્રમના ચેરમેન લાયન પ્રવીણભાઈ પ્રભાકરના વડપણ હેઠળ કપરાડા ગામના મૂળગામ, ગવટકા તથા ચાંદવેંગણ જેવા ગામડાંના જરૂરિયાતમંદ એવા ગરીબોને શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ માટે ઉપયોગી ધાબળા સહિત કપડાંના નિઃશુલ્‍ક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં 550 નંગ ધાબળા અને કપડાંનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સાથે ઉપસ્‍થિત બાળકોને પણ પાઉચ, કપડાં, બિસ્‍કિટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે કપરાડાના સરપંચ શ્રી ચેંદરભાઈ ગાયકવાડ, તાલુકા પંચાયતના સભ્‍યશ્રી, જિલ્લા પંચાયતના સભ્‍યશ્રી, આગેવાન શ્રી લક્ષ્મણભાઈ બુરવડવાલા, શ્રી દિનેશભાઈતથા ગામના અનેક અગ્રણીઓએ સહકાર આપ્‍યો હતો.
ગામના સરપંચ શ્રી ચેંદરભાઈ ગાયકવાડે ક્‍લબના આવા સેવાકીય કાર્યો માટે અભિનંદન આપ્‍યા હતા અને શુભેકામનાઓ પાઠવી હતી.
લાયન્‍સ પરિવાર દમણ કપરાડાના અંતરિયાળ ગામોમાં જઈને જરૂરિયાતમંદ લોકોને આવી જ રીતે વિવિધ કાર્યક્રમો હેઠળ સતત મદદ કરી રહેલ છે અને આ કાર્યક્રમ માટે લાયન્‍સ પરિવારના સભ્‍યો અને દમણના દાતાઓનો ખુબ જ સહકાર મળ્‍યો હતો. જેમાં લાયન્‍સ પરિવાર દમણના પ્રેસિડેન્‍ડ લાયન શ્રીમતી જ્‍યોતિ રવિ બંસોડ, લાયન અશોક રાણા, લા. ઉષા કિરણ રાણા, લા. પ્રવીણ પટેલ, લા. વર્ષા પટેલ, લા. હર્ષદ શાહ, લા. પ્રવીણ પ્રભાકર, લા. સવિતા પ્રભાકર, લા. વિજય સોમા, લા. ધર્મિષ્‍ઠા વિજય, લા. કાન્‍તી પામસી, લા. જ્‍યોત્‍સના પામસી, લા. સુધીર પટેલ, લા. ભારતી પટેલ, લા. હીરાભાઈ ટંગાલ, લા. પાર્વતી ટંગાલ, લા. ધનસુખ ચાઈવાલા, સેક્રેટરી લા. ભરતભાઈ પટેલ, લા. રવિભાઈ વગેરેઓએ પોતાની ઉમદા સેવા પુરી પાડી હતી.
આ સેવા કાર્ય બદલ તમામ ઉપસ્‍થિત તમામ લોકોને લાયન્‍સ ક્‍લબનો આભાર માન્‍યો હતો.

Related posts

‘ખેલો ઇન્‍ડિયા યુથ ગેમ્‍સ-2024′ અંતર્ગત આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે રમતોત્‍સવનું આયોજનઃ પુરૂષો અને મહિલાઓ માટે ક્રિકેટ તથા દોરડાખેંચ જેવી રમતો દ્વારા ફેલાવેલી ખેલદિલીની ભાવના

vartmanpravah

દમણ-દીવની સરકારી શાળાઓના સમયમાં કરાયેલા ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયેલો આક્રોશઃ શિક્ષકોમાં પણ નારાજગી

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah

વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિધ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકા સેવાસદનમાં ભર ઉનાળે પીવાના પાણીના કુલરો બંધ હાલતમાં

vartmanpravah

Leave a Comment