13 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર રામેશ્વરમથી ભુજ નિકળેલ યાત્રા રૂટમાં વાપી આવતા 108 એન.આર.આઈ. વાપીના મહેમાન બન્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: લંડન-કેન્યામાં ભારતીય સંસ્કૃતિના સિંચન સાથે કાર્યરત શિશુકુંજ સંસ્થાએ અઢી લાખના ખર્ચે ભુજમાં ઈન્ટરનેશનલ સ્કૂલ સ્થાપવાના ઉદ્દેશ સાથે ભંડોળ ભેગુ કરવા માટે સંસ્થાના 108 સભ્યો ઓટોરિક્ષામાં 13 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન યાત્રાનું આયોજન કર્યું છે. રામેશ્વર ટુ ભુજ 3 હજાર કિલોમીટરની યાત્રાના રૂટમાં વાપી આવતા તમામ એન.આર.આઈ. વાપીના મહેમાન બન્યા હતા. તેમણે વાપી મુક્તિધામની મુલાકાતલઈ સુંદર કામગરી નિહાળી હતી.
વાપી મુક્તિધામના ટ્રસ્ટી તુષાર હરિયાએ જણાવ્યું હતું કે, પોતે આફ્રિકન બોર્ન છે. યુકેમાં અબ્યાસ કર્યો છે. લંડનમાં શીશુકુંજ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા ભુજમાં પણ ઈન્ટરનેશનલ સ્કૂલ બનાવવા માંગે છે. જેના ફંડ રાઈઝીંગ માટે સ્વયં સેવકો નિકળ્યા છે તે મારા મિત્રો છે. આ પ્રસંગે લંડનના ધર્મેશ છેડાએ જણાવ્યું હતું કે, ભુજમાં અમે શીશુકુંજ ઈન્ટરેશનલ સ્કૂલ બનાવવા 35 રીક્ષામાં 108 એન.આર.આઈ. નિકળ્યા છીએ. અઢી લાખ પાઉન્ડથી ભુજમાં સ્કુલ સાકાર કરવાની મહેચ્છા છે. આ માટે અમોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. યાત્રામાં અમને ભારત દર્શન કરવાની પણ તક મળી રહી છે. મુક્તિધામ વાપીનો અનોખો આનંદ ઉઠાવતા યાત્રિકો વાપીથી ભુજ જવા રવાના થયા હતા.

