January 26, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ છરવાડા ગામે જંગલમાંથી રાત્રે પોલીસે રૂા.1.15 લાખનો બિનવારસી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

દાંતરામ ફળીયામાં મળી આવેલ દારૂનો જથ્‍થો રહસ્‍ય ઉભુ કર્યું, કોણ દારૂ લાવ્‍યો હશે? હવે તપાસ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડ પોલીસે છરવાડા ગામે જંગલના મેદાનમાં રખાયેલો રૂા.1.15 લાખનો દારૂનો જથ્‍થો બિનવારસી હાલતમાં ઝડપી પાડયો હતો. ઘટના અનેક રહસ્‍યો સર્જી રહી છે. દારૂ કોણ લાવ્‍યું હશે. આરોપીઓ કોણ હશે? તે તો હવે ાગળની તપાસમાં રહસ્‍ય ખુલે એવી સંભાવના પોલીસને લાગી રહી છે.
થર્ટી ફર્સ્ટ ના ગણતરીના દિવસો બાકી હોવાથી બુટલેગરો બરાબર બેબાકળી બની રહ્યા છે. અનેક તરકીબો સાથે દારૂની હેરાફેરીમાં જોતરાઈ ચૂક્‍યા છે તો જિલ્લા પોલીસ પણ ડબલ વેગથી બુટલેગરોનો પીછો કરી રહી છે. રોજેરોજ દારૂના જથ્‍થા પકડાઈ રહ્યા છે. તેવો એક સહસ્‍યમય દારૂનો જથ્‍થો પોલીસે છરવાડા ગામેથી ઝડપ્‍યો છે. દાંતરામ ફળીયા પાસે ઝાડીના મેદાનમાં છુપાવાયેલ દારૂનો રૂા.1.15 લાખનો જથ્‍થો પોલીસને હાથ લાગ્‍યો છે. બિનવારસી હાલતમાં આ જથ્‍થો કોણે રાખેલો એ પણ રહસ્‍ય જ હાલ બની રહેલ છે. સ્‍થાનિક સપ્‍લાય માટે આ જથ્‍થો 31તદ્દ માટે લાવી છુપાવી રાખ્‍યો હોવો જોઈએ.

Related posts

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા તમામ ગ્રામ પંચાયતોને કચરાના નિકાલ માટે નવા વાહનો ઉપલબ્‍ધ કરાવાયા

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

પારડી હાઈવે વલ્લભ આશ્રમ સામે યુવાનનું બાઈક ગ્રીલ સાથે ભટકાતા ઘટના સ્‍થળે મોત 36 વર્ષિય નિતિનભાઈ ગજેરાએ બાઈકનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

લીલાછમ સૌંદર્ય વાતાવરણમાં રાષ્‍ટ્રીય પક્ષી મોર પ્રિયતમા ઢેલને આકર્ષવા કળા કરી થનગનાટ કરતો કેમેરામાં કેદ થયો

vartmanpravah

Leave a Comment