દાંતરામ ફળીયામાં મળી આવેલ દારૂનો જથ્થો રહસ્ય ઉભુ કર્યું, કોણ દારૂ લાવ્યો હશે? હવે તપાસ થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વલસાડ પોલીસે છરવાડા ગામે જંગલના મેદાનમાં રખાયેલો રૂા.1.15 લાખનો દારૂનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપી પાડયો હતો. ઘટના અનેક રહસ્યો સર્જી રહી છે. દારૂ કોણ લાવ્યું હશે. આરોપીઓ કોણ હશે? તે તો હવે ાગળની તપાસમાં રહસ્ય ખુલે એવી સંભાવના પોલીસને લાગી રહી છે.
થર્ટી ફર્સ્ટ ના ગણતરીના દિવસો બાકી હોવાથી બુટલેગરો બરાબર બેબાકળી બની રહ્યા છે. અનેક તરકીબો સાથે દારૂની હેરાફેરીમાં જોતરાઈ ચૂક્યા છે તો જિલ્લા પોલીસ પણ ડબલ વેગથી બુટલેગરોનો પીછો કરી રહી છે. રોજેરોજ દારૂના જથ્થા પકડાઈ રહ્યા છે. તેવો એક સહસ્યમય દારૂનો જથ્થો પોલીસે છરવાડા ગામેથી ઝડપ્યો છે. દાંતરામ ફળીયા પાસે ઝાડીના મેદાનમાં છુપાવાયેલ દારૂનો રૂા.1.15 લાખનો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે. બિનવારસી હાલતમાં આ જથ્થો કોણે રાખેલો એ પણ રહસ્ય જ હાલ બની રહેલ છે. સ્થાનિક સપ્લાય માટે આ જથ્થો 31તદ્દ માટે લાવી છુપાવી રાખ્યો હોવો જોઈએ.