Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

  • દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર તરીકે ચાર્મી પારેખ અને દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે અપૂર્વ શર્માની વરણી

  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

    દમણ, તા. 30
    સંઘપ્રદેશ પ્રશાસને ચૂંટણી પંચના નિર્દેશ મુજબ દાદરા નગર હવેલીના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસ અને દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને આપવામાં આવ્‍યો છે. જ્‍યારે દાદરા નગર હવેલીના કલેક્‍ટર શ્રી સંદીપ કુમાર સિંઘને ગૃહ મંત્રાલયના આદેશ મુજબ તેમની નવી જવાબદારી માટે રિલીવ કરવામાં આવ્‍યા છે.
    દાદરા નગર હવેલીના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી અપૂર્વ શર્માની જગ્‍યાએ દમણના સુશ્રી ચાર્મી પારેખની નિયુક્‍તિ કરવામાં આવી છે. શ્રી અપૂર્વ શર્માને દમણ(હે.ક્‍વા.)ના ડેપ્‍યુટી કલેક્‍ટર તરીકે નિયુક્‍તિ કરાઈ છે.
    શ્રી ગૌરવસિંહ રાજાવતને નાણાં સચિવ ઉપરાંત દમણના કલેક્‍ટર અને દમણના વેટ તથા જીએસટી વિભાગના જોઈન્‍ટ કમિશ્નર, દમણના એક્‍સાઈઝ વિભાગના ડેપ્‍યુટી કમિશ્નર અને લેબર વિભાગના એડિશનલ કમિશ્નરનો પણ વધારાનો હવાલો સુપ્રત કરાયો છે.
    શ્રી ગૌરવસિંહ રાજાવતને દમણના માઈન્‍સ, એમ્‍પ્‍લોયમેન્‍ટ,મ્‍યુનિસિપલ એડમિનિસ્‍ટ્રેશન, અર્બન ડેવલપમેન્‍ટ, સામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલ તથા જાહેર ફરિયાદ નિવારણ વિભાગના અતિરિક્‍ત ડાયરેક્‍ટર તરીકેની પણ વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. તેઓ દમણ-દીવ પ્‍લાનિંગ અને ડેવલપમેન્‍ટ ઓથોરિટીના ચેરમેન તથા દમણ કો-ઓપરેટિવ સોસાયટીના એડિશનલ રજીસ્‍ટ્રાર તરીકે પણ વધારાની જવાબદારી સંભાળશે.
    દાદરા નગર હવેલીના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ પાસે દાનહના જિલ્લા ચૂંટણી અધિકારી/ રિટર્નિંગ ઓફિસર તરીકેની જવાબદારી સાથે દાનહના લેબર અને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના અતિરિક્‍ત કમિશ્નર, દાનહ એક્‍સાઇઝ વિભાગના ડેપ્‍યુટી કમિશ્નર, દાનહ વેટ અને જીએસટી વિભાગના જોઈન્‍ટ કમિશ્નર તથા દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ કમ્‍પ્‍લેઈન્‍ટ ઓથોરિટીના ચેરપર્સન તરીકે પણ વધારાનો હવાલો સંભાળશે.
    ડો. રાકેશ મિન્‍હાસને દાનહ-દમણ-દીવના એસ.સી. અને એસ.ટી., ઓ.બી.સી. ફાઈનાન્‍સ અને ડેવલપમેન્‍ટ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેક્‍ટર તથા દાનહના સામાન્‍ય વહીવટ પ્રોટોકોલ, જાહેર ફરિયાદ નિવારણ, મ્‍યુનિસિપલ એડમિનિસ્‍ટ્રેશન, અર્બન ડેવલપમેન્‍ટ અને માઈન્‍સ વિભાગના અતિરિક્‍ત ડાયરેક્‍ટર તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ દાનહ અને દમણ-દીવ વન, પર્યાવરણ અને વન્‍ય જીવ વિભાગના વિશેષ સચિવ, દાનહ કો-ઓપરેટિવસોસાયટીના એડિશનલ રજીસ્‍ટ્રાર તથા દાનહ પ્‍લાનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરિટીના ચેરમેન તરીકેની પણ વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.
    દાનિક્‍સ અધિકારી સુશ્રી ચાર્મી પારેખને દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર સહ સેલવાસના એસ.ડી.એમ. અને દાનહ જિલ્લા/લોકસભા વિસ્‍તારના આસિસ્‍ટન્‍ટ રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્‍ત કરવા ઉપરાંત તેઓ દાનહ એક્‍સાઈઝ વિભાગના આસિસ્‍ટન્‍ટ કમિશ્નર, સામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલ અને જાહેર ફરિયાદ નિવારણ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર તરીકે પણ વધારાની ફરજ બજાવશે. તેમને એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરિટી ફાઈનાન્‍સ અને ડેવલપમેન્‍ટ કોર્પોરેશનના જનરલ મેનેજેર, દાનહના ચીફ પબ્‍લીસીટી ઓફિસર, સેલવાસ સ્‍માર્ટ સીટી મિશનના સી.ઈ.ઓ. તથા દાનહ વેટ અને જીએસટી તથા લેબર અને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના ડેપ્‍યુટી કમિશ્નર તરીકેનો પણ વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે. તેઓ દાનહના એમ્‍પ્‍લોયમેન્‍ટ ઓફિસર, ચીફ ટાઉન પ્‍લાનર/એસોસિએટ્‍સ ટાઉન પ્‍લાનર તથા દાનહ પીડીએના સભ્‍ય સચિવ તરીકે પણ જવાબદારી સંભાળશે.
    દાનિક્‍સ અધિકારી શ્રી અપૂર્વ શર્માને દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર(હે.ક્‍વા.) ઉપરાંત દમણના એક્‍સાઇઝ વિભાગના આસિસ્‍ટન્‍ટ કમિશ્નર, દમણ વેટ અને જીએસટી વિભાગના ડેપ્‍યુટી કમિશ્નર, દમણ-દીવના ચીફ ટાઉન પ્‍લાનર, દમણનાસામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલ વિભાગના જોઈન્‍ટ ડાયરેક્‍ટર, દમણ કો-ઓપરેટિવ સોસાયટીના આસિસ્‍ટન્‍ટ રજીસ્‍ટ્રાર, લેબર અને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના જોઈન્‍ટ કમિશ્નર તરીકેનો પણ વધારાનો હવાલો સુપ્રત કરાયો છે. તેઓ દાનહ અને દમણ-દીવ માહિતી અને પ્રચાર વિભાગના ડાયરેક્‍ટર કમ ડેપ્‍યુટી સેક્રેટરી, દમણ અને દીવના ફિલ્‍ડ પબ્‍લીસીટી ઓફિસર તથા દમણ પીડીએના સભ્‍ય સચિવ તરીકેની જવાબદારી સંભાળશે.

Related posts

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સંગઠનાત્‍મક પદાધિકારીઓની કરાયેલી નિયુક્‍તિ

vartmanpravah

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક ચાલમાં છાપો મારી ગાંજા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment