Vartman Pravah
સેલવાસ

ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલીકંઠીથી દાનહમાં મિશ્ર પ્રત્‍યાઘાતઃ જનતાદળ(યુ)ના બેનર હેઠળ વિજેતા બનેલા જિ.પં.સભ્‍યો અને કાઉન્‍સિલરોની સ્‍થિતિ કફોડી

  • હવે ડેલકર પરિવાર માટે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? પૂછાતો પ્રશ્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08
ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલી કંઠીથી દાદરા નગર હવેલીમાં મિશ્ર પ્રત્‍યાઘાતો પડી રહ્યા છે અને માંડ એક વર્ષમાં બદલેલી બીજી પાર્ટીથી જનતાદળ(યુ)ના બેનર હેઠળ વિજેતા બનેલા જિ.પં.સભ્‍યો અને કાઉન્‍સિલરોની સ્‍થિતિ કફોડી બનવા પામી છે.
ગયા વર્ષે 2020ના નવેમ્‍બરમાં યોજાયેલ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં તત્‍કાલિન સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરે જનતાદળ(યુ)નું શરણું લઈ તેમના પ્રતિક ઉપર ચૂંટણી લડયા હતા. મોહનભાઈ ડેલકરના આકસ્‍મિક નિધન બાદ ડેલકર પરિવારે જનતાદળ(યુ)ને વિશ્વાસમાં લીધા વગર હવે શિવસેનાની બાંધેલી કંઠીથી ચૂંટાયેલા સભ્‍યો ઉપરાંત સામાન્‍ય લોકોમાં પણ શંકા-કુશંકા પેદા થઈ રહી છે. કારણ કે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્‍યો અને કાઉન્‍સિલરોના સ્‍વાભિમાન ઉપર પણ ઠેસ પહોંચી રહી છે. હવે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? એ સમય અને સંજોગ બતાવશે એવું આકલન પણ વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

દાનહના અથાલમાં નિર્માણાધીન બિલ્‍ડિંગમાં કામ કરતા સમયે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષણ અંતર્ગત શિક્ષકો માટે મસાટ સરકારી વિદ્યાલયમાં ઈનોવેશન ફેરનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment