October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
સેલવાસની દમણગંગા નદી બ્રિજ પરથી પરિણીતાએ કૂદી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેને ત્‍યાંથીપસાર થતા યુવાને બચાવી લેતા એનો જીવ બચ્‍યો છે.હાલમા આ પરિણીતાને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી છે.
સેલવાસના પ્રમુખ વિહાર સોસાયટીમાં રહેતી પરિણીતા સુરેખા સાહેબ રાવ મૂળ રહેવાસી ધુલીયા મહારાષ્‍ટ્ર જે સાંજે ચાર વાગ્‍યાના સુમારે દમણગંગા નદી બ્રીજ પરથી નદીમાં કુદી પડી હતી અને ડુબવા લાગી હતી, તે સમયે પૂરણ શુક્‍લા નામનો યુવાન બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તેણે મહિલાને ડૂબતી જોતા તાત્‍કાલિક બ્રિજની નીચે ઉતરી નદીમાં કુદી મહિલાને ડુબતી હતી એને નદી કિનારે લાવી બચાવી લીધી હતી . આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને 108એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી મહિલાને સારવાર માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી હતી.
પોલીસે સુરેખાના પતિ સાહેબ રાવને જાણ કરતાએ નોકરી પર હતો. ત્‍યાંથી તાત્‍કાલિક હોસ્‍પિટલ પર આવી પહોંચ્‍યો હતો. આ ઘટનામાં એ કહેવત ચરિતાર્થ થઈ છે કે ‘જાકો રાખે સાંઈયા માર શકે ના કોઈ’ હાલમાં મહિલા હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

Related posts

ચીખલીના સાદકપોરમાં કેરીના વેપાર માટે જગ્‍યા ભાડે રાખવા એનઓસી આપવા માટે રૂા.1પ હજારની લાંચ લેતા નવસારી એસીબીએ એકને રંગે હાથ ઝડપી લઈ ઈન્‍ચાર્જ સરપંચ સહિત બંનેની કરેલી ધરપકડ

vartmanpravah

નગર હવેલી પર ચઢાઈ

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાની એક તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

શ્રદ્ધાંજલી

vartmanpravah

વલસાડ સીટીમાં મેગા ડિમોલિશનનો આરંભ : પાલિકા અને પોલીસે કમર કસી

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment