Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી ચલા મહાલક્ષ્મીનગર કોમન પ્‍લોટ ઉપર અજાણ્‍યા લોકોની ફેન્‍સિંગ કરી પચાવી પાડવાની કરેલી કોશિષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વાપી ચલા વિસ્‍તારમાં આવેલ મહાલક્ષ્મી નગરનો કોમન પ્‍લોટ પચાવી પાડવાની કે હસ્‍તગત કરવાની કોઈ અજાણ્‍યા ઈસમોએ કોશિષ કર્યાનો મામલો વાપી ટાઉન પોલીસ અને વલસાડ મહિલા પોલીસ સ્‍ટેશન સુધી પહોંચ્‍યો છે.
વાપી મહાલક્ષ્મીનગરના રહિશો દ્વારા જણાવ્‍યા મુજબ સોસાયટી 1987માં 40 વર્ષે પહેલા બનેલી છે.સોસાયટીનો કોમન પ્‍લોટ નં. 24,53,42,54,55 આકાશી ખુલ્લો રહેશે તેવું જે તે ટાઈમેડેવલપોરે સોસાયટી હસ્‍તાંતર કરેલી ત્‍યારે એન.એ. કોપીમાં ઉલ્લેખ કરીને કોમન પ્‍લોટ સોસાયટીને સુપ્રત કર્યો હતો.
આ કોમન પ્‍લોટ ઉપર કોઈ અજાણ્‍યા ઈસમોની દાનત બગડતા રાતોરાત ફેન્‍સીંગ કરી ગયેલ તેથી સોસાયટીના મિલકત ધારકોએ મીટિંગ કરી હતી અને પ્‍લોટ સોસાયટી માલિકીની હોવાની બોર્ડ દિવાલ ઉપર લગાવ્‍યું હતું. બે દિવસ પહેલા કાર નં. જીજે-1પ-સી.ડી. 1526 કોઈ અજાણ્‍યા ઈસમો આવીને બોર્ડ ચોરી તોડીને લઈ ભાગી ગયેલા ગભરાયેલા મિલકત ધારકોએ ટાઉન પોલીસ સ્‍ટેશન અને મહિલા પોલીસ સ્‍ટેશન વલસાડને ફરિયાદ કરેલી છે.

Related posts

દમણ : પાવરગ્રીડ દ્વારા ઊર્જા સંરક્ષણ પર રાજ્‍ય કક્ષાની ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

vartmanpravah

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

તલાટીની પરીક્ષા આપવા આવેલ 15 વિદ્યાર્થી અટવાયા: વલસાડ સેન્‍ટ જોસેફ સ્‍કૂલમાં 5 મિનિટ મોડા પડતા રઝળી પડયા

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

Leave a Comment